Uncategorized

ગર્વની વાત : કોરોનાનો જડમૂળથી નાશ કરતી પદ્ધતિ ગુજરાતે વિકસાવી, ક્લિનિકલ ટ્રાયલને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ આપી મંજૂરી

173views

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. તેવામાં વિશ્વના વિકસિત દેશો પણ આ વાયરસની દવા શોધી શક્યા નથી. ત્યારે ગુજરાતે આયર્વેદના માર્ગે આ મહામારીનો તોડ શોધી કાઢ્યો છે. જેમાં ગુજરાતની સૌથી જુની અને પ્રતિષ્ઠિત જામનગર આર્યુવેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. હિતેષ જાનીએ દાવો કર્યો છે કે પંચગવ્યની આર્યુવેદ ટ્રિટમેન્ટથી કોરોનાના દર્દી 15 દિવસમાં સ્વસ્થ થઈ શકે છે. આ અનુસંધાને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડૉ. હિતેષ જાનીએ રજુ કરેલાં ક્લિનિકલ ટ્રાયલ રિપોર્ટને પણ મંજુરી આપી છે.

આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ આવનાર સમયમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના કોરોનાના દર્દીઓ પર પંચગવ્ય આર્યુવેદ ટ્રિટમેન્ટથી સારવાર કરવામાં આવશે. ત્યારે ભારતની હજારો વર્ષ જુની આર્યુવેદ પ્રણાલી આ મહામારીમાંથી વિશ્વને ઉગારી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ડૉ. હિતેષ જાનીએ આર્યુવેદની ગાય આધારિત પંચગવ્ય ટ્રિટમેન્ટનો એક ક્લિનિકલ રિપોર્ટ તૈયાર કરી આરોગ્ય મંત્રાલય અને રાષ્ટ્રીય કામધેનું આયોગને સોંપ્યો હતો. જે રિપોર્ટમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની ટ્રિટમેન્ટ અને કોરોન્ટાઈન લોકોની પ્રિટ્રિટમેન્ટનું સંપૂર્ણ વર્ણન છે.

પંચગવ્ય આર્યુવેદ ટ્રિટમેન્ટથી 15 દિવસમાં કોરોના દર્દી સાજા થઈ શકે

ડૉ. હિતેષ જાનીએ જણાવ્યું છે કે, ભારતીય દેશી ગાય આધારિત પંચગવ્ય આર્યુવેદ ટ્રિટમેન્ટથી કોરોના પોઝિટિવ દર્દી 15 દિવસમાં સ્વસ્થ થઈ શકવાનો દાવો છે. તેમણે કહ્યું કે મેં અને મારી આર્યુવેદ ડૉક્ટરોની ટીમે હજારો વર્ષ જુની ભારતીય આર્યુવેદ પદ્ધતિમાંથી આ ટ્રિટમેન્ટ તૈયાર કરી છે. આર્યુવેદમાં વાયરલ ડિસિઝની બધી જ સંપૂર્ણ ટ્રિટમેન્ટ વર્ણવાયેલી છે. અમે કેન્દ્ર સરકારની સાયન્ટિફિક એડવાઈઝરી કમિટિને પણ આ મુજબ રિપોર્ટ રજૂ કર્યો જેની તેમણે મંજુરી આપી દીધી છે.