તાજા સમાચારગુજરાત

ગુજરાતના જન-જન સુધી નર્મદાનું પાણી પહોંચાડવા સતત 9 મી વખત યોજાઇ રૂપાણી સરકારની કેબિનેટની બેઠક

101views

રૂપાણી સરકાર કોરોના વાયરસ સામે લોકોને સુરક્ષિત રાખવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. જ્યારે બીજી તરફ ઉનાળામાં રાજ્યના છેવાડાના માનવીને પીવાનું પાણી સમસ્યા ન રહે તે માટે રૂપાણી સરકાર દ્વારા અગમચેતી પગલાઓ હાથ ધરાવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજ રોજ નવમી વખત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રૂપાણી સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં પાણીના મુદ્દે અને કોરોના સંક્રમણને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

કેબિનેટમાં મંત્રી કુંવરજી બાવળીયાએ પાણી મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે, મોટાભાગના વિસ્તારમાં પાઈપલાઈન મારફતે પાણી આપવામાં આવશે અને ટેન્કરના માધ્મયથી પાણી મોકલવાની સૂચના આપવામાં આવી છે.

કેબિનેટની બેઠકમાં વહેલી તકે નર્મદાનું પાણી સૌને મળે તે માટે મંત્રી મંડળમાં ચર્ચા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની ઘટ હતી. ત્યા અધિકારીઓને યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ વિસ્તારમાં પીવાના પાણી મુશ્કેલી ન થાય તે માટે વ્યવસ્થા કરવા આવશે.