તાજા સમાચારગુજરાત

લોકડાઉન 4.0 માં ગુજરાતના આ જિલ્લાને મળી શકે છે હવાઈ મુસાફરીની છૂટ, આવતીકાલથી ધમધમી ઉઠશે આ એરપોર્ટ

113views

રૂપાણી સરકાર દ્વારા લોકડાઉન 4.0 માં અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે હવે એવી માહિતી મળી છે કે અમદાવાદ એરપોર્ટ આવતીકાલથી ફરી ધમધમતું થશે.

મળતી માહિતી મુજબ આવતીકાલ એટલે કે સોમવારથી અમદાવાદ એરપોર્ટ પર સંચાલન ફરી શરૂ થશે. પરંતુ આ વખતે મુસાફરોને અમુક ફેરફાર જોવા મળશે અને નવા નિયમોનું પાલન કરવું પડશે. એરપોર્ટ પર PPE સૂટમાં પાઈલટ અને એરહોસ્ટેસ નજરે આવશે. ઉપરાંત, એરપોર્ટ પર 50 સેનિટાઈઝર સ્ટેન્ડ લગાવવામાં આવ્યા છે અને ફ્લાઈટમાં મુસાફરોને ફક્ત પાણી જ મળશે એવી માહિતી મળી છે. પ્રવાસીઓએ જાતે જ બોર્ડિંગ પાસ સ્કેન કરવાના રહેશે.