તાજા સમાચારદેશ

યે હૈ નયા ભારત: પાકિસ્તાનથી પરત આવશે 300 ભારતીયો, અટારી બોર્ડરથી થશે વતન વાપસી

81views

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે વંદે ભારત મિશન હેઠળ દુનિયાભરના દેશોમાં ફસાયેલા ભારતીયોને દેશ પરત લાવવાનું કામ ચાલી રહ્યું છે. અહેવાલ મળી રહ્યા છે કે પાકિસ્તાનમાં ફસાયેલા 300 ભારતીયોની વતન વાપસીનો રસ્તો સાફ થઈ ગયો છે. પાકિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના ઔપચરિક્તાઓ પૂરી કરવાનું કામ ભારતીય હાઇકમિશને શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ 300 ભારતીયોમાં મોટાભાગે કાશ્મીરી સ્ટુડન્ટ્સ છે.

વંદે ભારત મિશન હેઠળ દુનિયાભરના દેશોમાં ફસાયેલા ભારતીયોને ભારતમાં લાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ કડીમાં હવે ભારતે પાકિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લાવવાની કવાયત ઝડપી બનાવી દીધી છે. મળતી માહિતી મુજબ, ભારતીય હાઇકમિશને પાકિસ્તાનમાં છેલ્લા બે મહિનાથી ફસાયેલા ભારતીયોને પરત હિન્દુસ્તાન લાવવા માટે ઔપચારિક્તાઓ પૂરી કરવાની તૈયારી કરી દીધી છે. મળતી માહિતી મુજબ, આ લોકોને અટારી બોર્ડર દ્વારા ભારતમાં લાવવામાં આવશે. પાકિસ્તાનથી જે લોકો ભારત આવી રહ્યા છે તેમાં મોટાભાગના કાશ્મીરી સ્ટુડન્ટ્સ છે.