તાજા સમાચારદેશ

તો શું ગુજરાતમાં પરત ખેંચાશે છૂટછાટો?, WHO એ ગુજરાત સહિત 6 રાજ્યને આપી વોર્નિગ, કહ્યું છૂટછાટ પરત ખેંચો નહિ તો….

364views

દેશમાં હાલ લોકડાઉન 4.0 લાગુ છે અને આ લોકડાઉનમાં મોદી સરકાર દ્વારા અનેક પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે. ત્યારેWHO એ ભારતમાં કોરોના વાયરસનાં વધતા કેસોને જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગુજરાત સહિત 6 રાજ્યોમાં લૉકડાઉનમાં છૂટ ના આપવાની સલાહ આપી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તેલંગાણા, ચંદીગઢ, તમિલનાડુ અને બિહારમાં છેલ્લા 2 અઠવાડિયા દરમિયાન જે પ્રકારે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, ત્યારબાદ અહીં લોકડાઉન ચાલું રાખવાની જરૂર છે. WHOએ સલાહ આપી છે કે જે રાજ્યોમાં 5 ટકાથી વધારે કોરોના સંક્રમિત દર્દી છે ત્યાં લૉકડાઉન ચાલું રહેવું જોઇએ.

જો કે WHOની સલાહ આખા રાજ્યમાં લાગુ નથી થતી કેમકે રાજ્યોનાં કેટલાક જિલ્લા જ કોરોનાથી સંક્રમિત છે. રાજ્યોનાં હૉટસ્પોટ વિસ્તારોમાં લૉકડાઉન સખ્ત કરવામાં આવી શકે છે. લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવ્યા છતા WHO તરફથી એક સંકેત આપવામાં આવે છે જેમાં રાજ્યોને જણાવવામાં આવે છે કે ક્યાં સંક્રમણ વધારે ફેલાઈ શકે છે અને તેને કઇ રીતે ઓછું કરી શકાય છે.