તાજા સમાચારદેશ

જો કોરોના વાયરસથી બચવા તમે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા લઈ રહ્યા હોવ તો સાવધાન!, આ દવા લેતા પહેલા જરૂરથી જાણી લો કેન્દ્ર સરકારે બહાર પાડી આ ગાઈડલાઈન

110views

કોરોના વાયરસની દવા તો હજુ શોધાઈ નથી પરંતુ દુનિયાભરમાં વાયરસ સંક્રમિતોની સારવારમાં મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રની મોદી સરકારે આ દવાને લઇને એક ગાઇડલાઇન બહાર પાડી છે. જેમાં સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે કેવા કઇ ઉમંરની વ્યકિત આ દવા લઇ શકશે.

કેન્દ્ર સરકારની ગાઈડલાઇન

સરકારની તરફથી નવી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, કન્ટેનમેન્ટ એરિયામાં તૈનાત કર્મચારી અર્ધસૈનિક/પોલીસકર્મચારી કોરોના સંબંધિત ગતિવિધિઓમાં સામેલ કર્મચારી અને લેબોરેટરીમાં કામ કરનાર કર્મચારીઓ ડૉકટરની સલાહ પર HCQ લઇ શકે છે.

ગાઇડલાઇનમાં કહ્યું છે કે, આ દવાને 15 વર્ષથી ઓછી ઉંમરના તથા ગર્ભવતી અને ફીડિંગ કરાવતી મહિલાઓને ના આપવાની ભલામણ કરી છે. તેમાં કહ્યું છે કે આ દવા ઔપચારિક સહમતિની સાથે કોઇ ડૉક્ટરની દેખરેખમાં આપવામાં આવે. આ સાથે કહેવામાં આવ્યું છે કે, આ દવા એવા લોકોને આપવી ન જોઇએ જે આંખની દ્રષ્ટિ ઓછી કરનાર રેટિના સંબંધિત બીમારીથી પીડિત છે. કારણ કે એચસીક્યૂ તેમના માટે અતિસંવેદનશીલ છે. તદઉપરાંત જેમને હૃદયના ધબકારા વધ-ઘટ થવાની બીમારી છે તેમને પણ આ દવા આપવી જોઇએ નહીં.