તાજા સમાચારદેશ

હવે POK ના સ્થાનિકોએ પણ કહ્યું “I LOVE MY INDIA”, સ્થાનિકોએ આતંકવાદીઓ અને પાકિસ્તાની ફૌજનો કર્યો ઉગ્ર વિરોધ

213views

છેલ્લા ઘણા સમયથી POK માં આતંકવાદીઓ અને આઇએસઆઇ દેશ વિરોધી કાવતરા ઘડી રહ્યા છે. ત્યારે હવે સ્થાનિકો દ્વારા આવી દેશવિરોધી પ્રવૃતિઓ સામે અવાજ ઉઠાવી આતંકવાદીઓ અને આઇએસઆઇનો ઉગ્ર વિરોધ પણ કરી રહ્ય છે અને તાજેતરમાં લિપા વૈલીમાં સ્થાનિક નિવાસીઓએ પાકિસ્તાની સેના વિરૂદ્ધ મોટાપામે વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે.

લિપા વૈલી આતંકવાદીનું એક લોન્ચ પેડ છે જ્યાં અત્યારે 20થી વધુ આતંકવાદી ઘૂસણખોરીની રાહ જોઇને બેઠા છે. લિપા તે જગ્યાઓમાંથી એક છે જ્યાં 29 સપ્ટેમ્બરના રોજ ભારતીય સેનાએ એલઓસી પાર કરી આતંકવાદીઓને ટ્રેનિંગ કેમ્પો પર હુમલા કરી તેમને નષ્ટ કર્યા હતા. ત્યારે ભારતીય સેનાએ કરેલી આ પ્રવૃતિથી સ્થાનિકોમાં ઉત્સાહો માહોલ છે.

પીઓકેના લોકો લાંબા સમયથી પાકિસ્તાની સેના અને આતંકવાદીઓની હાજરીનો વિરોધ કરતા રહ્યા છે. કોરોના મહામારીની શરૂઆતમાં પાકિસ્તાની સેનાએ પીઓકેમાં જ પોતાના સૈનિકો અને આતંકવાદીઓ માટે ક્વારંટીન સેન્ટર્સ બનાવ્યા હતા જેનો પીઓકેમાં ખૂબ વિરોધ થયો હતો. તાજેતરમાં જ પીઓકેને લઇને સતત ભારતના આકરા વલણથી ત્યાંના નિવાસીઓમાં ઉત્સાહ અને ખુલીને પાકિસ્તાન વિરોધમાં સામે આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ ભારત સરકાર તરફથી POK ને લઇને લેવામાં આવી રહેલા કડક પગલાની પ્રશંસા પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.