તાજા સમાચારદેશ

અમ્ફાન સામે મોટી રાહત: પશ્ચિમ બંગાળને ફરી બેઠું કરવા pm મોદીએ ફાળવ્યા આટલા કરોડ રૂપિયા

84views

પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાએ સર્જેલી આફતને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બંગાળના પ્રવાસે છે. ત્યારે pm મોદીએ કેન્દ્ર તરફથી પશ્ચિમ બંગાળને 1000 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે તેમણે આશા પણ વ્યક્ત કરી છે કે બંગાળ ફરીથી બેઠું થઇ જશે.

હવાઇ સર્વે બાદ પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશમાં કોરોના વાયરસનું સંકટ છે ત્યારે પૂર્વ ક્ષેત્ર તોફાનથી પ્રભાવિત થયું છે. પીએમ મોદીએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર બંને સરકારોએ આ વાવાઝોડાને લઇ તૈયારીઓ કરી હતી. પરંતુ તેમ છતાંય 80 લોકોના જીવ બચાવી શકયા નથી. આ વાવાઝોડાના લીધે ઘણી સંપત્તિને નુકસાન થયું છે.