દેશબીઝનેસ

મેક ઈન ઈન્ડિયાનો દબદબો, જર્મન ફૂટવેર કંપની ચીનમાંથી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ભારતમાં શિફ્ટ કરશે

84views

 

કોરોનાના કારણે આખી દુનિયામાં વગોવાઈ ગયેલા ચીનમાંથી સંખ્યાબંધ વિદેશી કંપનીઓ પોતાનો કારોબાર સમેટી રહી છે. અને આવી કંપનીઓ ભારત તરફ આવી રહી છે. આવી જ એક વર્લ્ડ ફેમશ ફૂટવેર કંપની ભારત આવી રહી છે. જર્મન ફૂટવેર કંપની વોન વેલક્સે તેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઉત્તરપ્રદેશના આગ્રામાં શિફ્ટ કરવાનું નક્કી કર્યું છે.

કંપનીના જણાવ્યા અનુસાર આગ્રામાં સ્થપાનાર યુનિટમાં દર વર્ષે 70 લાખ જુતા બનશે. પ્રથમ તબક્કામાં કંપની 10,000 લોકોને રોજગારી આપશે તેમજ ભારતમાં આ સ્થાનિક કંપનીઓ સાથે મળીને કામ કરશે.

બીજી તબક્કામાં કંપનીના એનસિલરી યુનિટ સ્થાપિત કરશે. જેમાંથી કંપનીને ફૂટવેરનુ સોલ, સ્પેશ્યલ ફેબ્રિક અને કેમિકલ સપ્યાલ કરાશે. મહત્વનું છે કે ફૂટવેર કંપની આગ્રામાં આવવા પાછળનું કારણ એ પણ છે કે આગ્રા દેશમાં ફૂટવેર પ્રોડક્શનનુ હબ ગણાય છે અને અહી સસ્તુ અને સ્કિલ્ડ લેબર પણ ઉપલબ્ધ છે.