તાજા સમાચારદેશબીઝનેસ

આત્મનિર્ભર ભારત માટેના 20 લાખ કરોડ રૂપિયાના પેકેજે શેરબજારમાં પ્રાણ ફૂંક્યા, પેકેજ જાહેર થતા જ શેરબજારમાં આવી રેકોર્ડબ્રેક તેજી

90views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કર્યા બાદ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 791 અંક વધીને 32162 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 222 અંક વધીને 9419 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર આઈસીઆઈસીઆઈ બેન્ક, લાર્સન, એમએન્ડએમ, હીરો મોટોકોર્પ અને બજાજ ફાઈનાન્સના શેરમાં તેજી જોવા મળી રહી છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 6.94 ટકા વધીને 343.70 પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 5.93 ટકા વધી 863.10 પર કારોબાર કરી રહ્યો છે. જોકે નેસ્લે, સન ફાર્મા, ભારતી એરટેલ અને રિલાયન્સ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નેસ્લે 1.85 ટકા ઘટીને 17134.35 પર કારોબાર કરી રહ્યો છે. સન ફાર્મા 1.13 ટકા ઘટીને 458.60 પર કારોબાર કરી રહ્યો છે. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સક્સ 1470 અંક અને નિફ્ટીમાં 387 અંક વધ્યો હતો.