તાજા સમાચારદેશબીઝનેસ

આત્મનિર્ભર ભારત માટે કેન્દ્રના રાહત પેકેજમાં MSME માટે મોટી જાહેરાત, મળશે 3 લાખ કરોડની ગેરંટી વિનાની લોન

281views

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત રાતે રાષ્ટ્રજોગ સંબોધન કરીને લૉકડાઉન-4.0 અને દેશ માટે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે આ રાહત પેકેજમાં કઇ-કઇ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સમાજના કેટલાય વર્ગો સાથે વાતચીત કરીને રાહત પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. પેકેજના માધ્યમથી ગ્રોથને વધારવાનો છે. ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે. માટે જ તેને આત્મનિર્ભર ભારત અભિયાન તરીકે ઓળખવામાં આવે છે.

રાહત પેકેજમાં મોટી જાહેરાત કરતા નાણામંત્રીએ  કહ્યું હતું કે, MSMEને 3 લાખ કરોડની ગેરંટી વિનાની લોન  આપવામાં આવશે. MSMEને 4 વર્ષની અવધિ માટે 3 લાખ કરોડની કોલેટરલ ફ્રી ઓટોમેટિક લોન મળશે. 45 લાખ MSME ઉદ્યોગોને સીધો ફાયદો થશે. આ ઉદ્યોગો દેશનો પાયો છે.

નાણાં મંત્રીની સ્પીચ

 • નિર્મલ સીતારમણે કહ્યું- પેકેજની જાહેરાત આત્મનિર્ભર ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ પાંચ સ્તંભ ઈકોનોમિ, ઈન્ફ્રાસ્ટ્રકચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ છે.
 • આત્મનિર્ભર ભારત દ્વારા અમે લોકલ બ્રાન્ડને ગ્લોબલ બનાવવા માંગીએ છીએ.
 • આત્મનિર્ભર ભારત માટે ઘણાં પગલા ઉઠાવવામાં આવ્યા. ખેડૂતો, મજૂરોના એકાઉન્ટમાં સીધા જ પૈસા નાખવામાં આવ્યા, જે એક રીતે ક્રાંતિ હતી.પીએમ કિસાન યોજના, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાઓ દ્વારા સીધા લોકોના બેન્ક ખાતામાં રકમ મોકલવામાં આવી છે. આ યોજનાઓનો ફાયદો ખેડૂતોને મળ્યો છે. જીએસટીથી લધુ ઉદ્યોગોને મધ્યમ ઉદ્યોગનો ફાયદો મળ્યો.
 • MSME સેક્ટર માટે 3 લાખ કરોડ રૂપિયાની વગર ગેરન્ટીની લોન
 • ચાર વર્ષ માટે મળશે લોન
 • એક વર્ષ સુધી મૂડી ચૂકવામાં રાહત
 • 45 લાખ યુનિટને મળશે ફાયદો
 • 31 ઓક્ટોબર 2020 સુધી યોજનાનો લાભ મળશે
 • MSMEને આકાર અને ક્ષમતા વધારવા માટે જોગવાઈ
 • ફંડ ઓફ ફંડ્સ માટે 50,000 કરોડ રૂપિયાનું ઇક્વિટી ફંડ
 • શેરબજારમાં લિસ્ટેડ થવા મળશે પ્રોત્સાહન
 • MSMEની વ્યાખ્યામાં બદલાવ કરાશે
 • રોકાણ અને ટર્ન ઓવરની મર્યાદાને વધારવામાં આવશે
 • આ માટે કાયદામાં જરૂરી બદલાવ કરાશે
 • 1 કરોડનું રોકાણ અને 5 કરોડ સુધીનું ટર્ન ઓવર માઈક્રો એન્ટરપ્રાઈઝ ગણાશે
 • 10 કરોડ સુધીનું રોકાણ અને 50 કરોડ સુધીનું ટર્ન ઓવર સ્મોલ એન્ટરપ્રાઈઝ ગણાશે
 • 20 કરોડ સુધીનું રોકાણ અને 100 કરોડ સુધીનું ટર્ન ઓવર મીડિયમ એન્ટરપ્રાઈઝ ગણાશે