દેશબીઝનેસ

વિદેશી કંપનીઓ ભારત આવી રહી હોવાના પુરાવા, ફેસબુક બાદ રિલાયન્સ જિયોમાં વધુ એક અમેરિકી કંપનીનું મોટું રોકાણ

122views

 

  • રિલાયન્સ જિયોમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ
  • અમેરિકન કંપની વિસ્ટાએ ખરીદ્યો 2.32 ટકા હિસ્સો
  • 10 દિવસમાં રિલાયન્સ જિયોના 13.46 ટકા હિસ્સાનું વેચાણ

ભારતીય કંપનીઓની બોલબાલા હવે વિશ્વ સ્તરે વધી રહી છે અને આ કંપનીઓની નોંધ પણ વિદેશની મોટી મોટી કંપનીઓ લઈ રહી છે. એપ્રિલ મહિનામાં જ ફેસબુકે ભારતીય કંપની રિલાયન્સ જિયોમાં મોટુ રોકાણ કર્યુ હતુ. હવે અમેરિકાની પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સે રિલાયન્સ જિયોમાં 2.32 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ સોદો 11,367 કરોડ રૂપિયામાં થયો છે. આ સાથે જ રિલાયન્સ જિયોમાં હિસ્સો ખરીદનારી વિસ્ટા હવે બીજી મોટી કંપની બની છે.

  • દેશનું ડિઝિટલ ઈકો સિસ્ટમ વધુ મજબૂત બનશે : મુકેશ અંબાણી

આ અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે ‘વિસ્ટાનું એક મહત્વના પાર્ટનર તરીકે સ્વાગત કરતા મને ખુશી થઈ રહી છે. તે વિશ્વના મોટા વિશિષ્ટ ટેકનોલોજી ઈન્વેસ્ટર્સમાંથી એક છે. દેશમાં ડિજિટલ ઈકો સિસ્ટમને વધુ ડેવલપ કરવું અને ટ્રાન્સફોર્મેશનનું કંપનીનું વિઝન છે.’

  • વિશ્વની પાંચમી સૌથી મોટી એન્ટરપ્રાઈઝીઝ સોફ્ટવેર કંપની છે વિસ્ટા

વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સની પાસે 57 બિલિયન ડોલરથી વધુનો અનુમાનિત કેપિટલ છએ. તેની ગ્લોબલ નેટવર્થ તેને વિશ્વની પાંચમી સૌથી મોટી એન્ટરપ્રાઈઝીઝ સોફ્ટવેર કંપની બનાવે છે. હાલ વિસ્ટાનો ભારતની જે કંપનીમાં સ્ટેક છે તેમાં અંદાજે 13 હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

  • અમેરિકાની કંપની સિલ્વર લેકે કર્યું 5,656 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ

આ પહેલા અમેરિકાની ખાનગી ઈક્વિટી રોકાણ કંપની સિલ્વર લેકે રિલાયન્સ જિયોમાં 5,656 કરોડ રૂપિયાનુ રોકાણ કરીને 1.15 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ અંગે ચોથી મેના રોજ રિલાયન્સે જાહેરાત કરી હતી. જ્યારે એપ્રિલ મહિનામાં ફેસબુકે જિયોમાં 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કરીને 9.99 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

  • 10 દિવસમાં રિલાયન્સ જિયોનો 13.46 ટકા હિસ્સો વેચાયો

મહત્વનું છે કે મુકેશ અંબાણી રિલાયન્સને દેવા મુક્ત કંપની બનાવવા માંગે છે. આ માટે રિલાયન્સે જિયો કેટલોક હિસ્સો વચ્યો છે. મુકેશ અંબાણીએ 10 દિવસથી ઓછા સમયમાં રિલાયન્સ જિયોનો 13.46 ટકા હિસ્સો વેચ્યો છે. અત્યાર સુધીના હિસ્સાના વેચાણથી રીલાયન્સને 60,597 કરોડ રૂપિયા મળ્યા છે.