દેશમનોરંજન

‘રામજી કી જય હો’, દૂરદર્શન પર પ્રસારિત થતી રામાણય વિશ્વમાં સૌથી વધુ જોવાતી સિરીયલ બની

689views

લોકડાઉન દરમ્યાન દૂરદર્શન પર શરૂ થયેલી રામાનંદ સાગરની રામાયણ ટીવી સિરીયલે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. રાષ્ટ્રીય ચેનલના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર કરાયેલી ટ્વીટમાં જણાવાયું છે કે 16 એપ્રિલના રોજ 7.7 કરોડ દર્શકોએ રામાયણની સિરીયલ નિહાળી. જે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે લોકોએ જોયેલી સિરીયલ બની છે.

મહત્વનું છે કે લોકડાઉનના પગલે નવી ટીવી સીરીયલો, ફિલ્મો અને વેબ સિરીઝનું શૂટિગ બંધ છે. જેથી ટીવી પર કોઈ સીરીયલના નવા એપિસોડ પ્રસારિત નથી થઈ રહ્યા. આ ઉપરાંત લાંબા સમયથી લોકો રામાયણના પુન: પ્રસારણની માંગ કરી રહ્યા હતા. જેથી કેન્દ્ર સરકારે લોકડાઉનના  સમય દરમ્યાન રામાણયને ફરીથી પ્રસારિત કરવાનો નિર્ણય લીધો. રામાયણ સીરિયલ પ્રસારિત થતા ડીડી નેશનલ પણ દેશમાં હિન્દી જનરલ એન્ટરટેઈનમેન્ટ કેટેગરીમાં નંબર વન ચેનલ બની છે. દર અઠવાડિયે ટેલિવિઝન રેટિંગ એજન્સી બાર્કના ડેટા આવે છે તેમાં ડીડી નેશનલ નંબર વન પર છે. જેમાં રામાયણ અને મહાભારત જેવી સિરીયલનો સૌથી મોટો ભાગ છે. 18 એપ્રલિથી 24 એપ્રિલ દરમ્યાન આવેલા બાર્કના ડેટામાં ડીડી નેશનલનું નંબર વનનું સ્થાન યથાવત છે.

18 એપ્રિલથી 24 એપ્રિલ દરમ્યાન ટીવી રેટિંગ એજન્સી બાર્કના ડેટા

રામાયણ સીરિયલ ફરીથી પ્રસારિત થઈ ત્યારે તેનો પ્રથમ એપિસોડ 1 કરોડ 70 લાખ લોકોએ નિહાળ્યો હતો. દેશવાસીઓ પણ રામાયણ અને મહભારત જેવી પૌરાણિક સીરિયલને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને સોશિયલ મીડિયામાં પણ આ સીરિયલોના એપિસોડ અને દ્રશ્યોની ચર્ચાઓ થઈ રહી છે