Uncategorized

સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાતે શરૂ કરી પહેલ, ગુજરાતનું ખમીર છે કે કોઈ ભૂખ્યો ના રહે

108views

 

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય

• માત્ર ત્રણ જ દિવસમાં સવા ત્રણ કરોડ લોકો સુધી પહોચ્યું અનાજ
• APL-1 રાશનકાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય
• 60 લાખ પરિવારોને મળશે મફત અનાજ

લોકડાઉનની સ્થિતિ વચ્ચે ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારોને પુરતુ અનાજ મળી રહે તે માટે ગુજરાત સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાતમાં બીપીએલ અને એપીએલ કાર્ડ ધરાવાતા 65 લાખ પરિવારોને એટલે કે લગભગ સવા ત્રણ કરોડો લોકો સુધી સરકારે માત્ર ત્રણ જ દિવસમાં અનાજ પહોચાડ્યું છે. આટલા ઓછા સમયમાં અને છેવાડાના માનવી સુધી અનાજ પહોંચાડવામાં ગુજરાત સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય છે. એટલું જ નહી ક્યાંય પણ અંધાધૂધી કે ફરિયાદ વગર અનાજ લાભાર્થીઓ સુધી પહોંચ્યું છે. પરંતુ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ જેઓનો સમાવેશ થતો નથી તેવા ગરીબો, મજૂરો, કારીગરોને પણ અનાજની આવશ્યક્તા હતી. આ માટે રાજ્ય સરકારના મંત્રીઓ, ભાજપના નેતાઓ અને કાર્યકરોએ મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરી. આ મામલે બુધવારે મળેલી રાજ્યની કેબિનેટની બેઠકમાં પણ ચર્ચા કરાઈ.

બેઠક બાદ સીએમ વિજય રૂપાણીએ જાહેરાત કરી કે એપીએલ -1 રાશન કાર્ડ ધારકોને પણ મફતમાં અનાજ મળશે. 60 લાખથી વધુ કાર્ડહોલ્ડર્સના અઢીથી ત્રણ કરોડ લોકો સુધી વિના મૂલ્યે અનાજ પહોંચે તે માટેનું આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે. આ કાર્ડ ધારકોને કુટુંબદીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ વિના મૂલ્યે અપાશે. સીએમ રૂપાણીએ કહ્યુ કે સમગ્ર ભારતમાં આ પ્રકારની પહેલ કરનારુ ગુજરાત પ્રથમ રાજ્ય છે. લોકડાઉન દરમ્યાન જનતાએ પણ ખૂબ સારો સહકાર આપ્યો છે તેમ જણાવી સીએમ રૂપાણીએ કહ્યુ કે જે લોકો એપીએલ-1 રાશન કાર્ડ ધારકો છે અને સુખી સંપન્ન પરિવારો છે તેઓ મફત અનાજ મેળવાનો પોતાનો અધિકાર જતો કરે જેનાથી જે લોકો પાસે અનાજ નથી તેવા જરૂરિયાતમંદો સુધી વધુ ઝડપથી અનાજ પહોંચી શકે.