Uncategorized

પીએમ મોદીના સન્માન અંગે સોશિયલ મીડિયામાં ફરતા મેસેજો અંગે ખુદ વડાપ્રધાને કરી આવી સ્પષ્ટતા

94views

 

લોકડાઉનની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયામાં ખોટી વાતો અને અફવાઓ ઝડપથી ફેલાઈ જાય છે. હવે પીએમ મોદી માટે એક વાત સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે. જેમ પીએમ મોદીએ કોરોના વોરિયર્સ માટે ધન્યવાદ અને ત્યારબાદ દિવો પ્રગટાવવાની વાત કહી હતી તેવી જ રીતે સોશિયલ મીડિયામાં પીએમ મોદીના સન્માન વિશે મેસેજો ફરતા થયા છે. આવા મેસેજો અંગે જ્યારે પીએમ મોદીનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે તેમણે તરત જ ટ્વીટર પર સ્પષ્ટતા કરી.

 

પીએમ મોદીએ ટ્વીટ કર્યુ કે ‘મારા ધ્યાને લવાયું છે કે કેટલાક લોકો એવું અભિયાન ચલાવી રહ્યા છે કે 5 મિનિટ ઉભા રહીને મોદીનું સન્માન કરવામાં આવે. પ્રથમ નજરે જ આ મોદીને વિવાદોમાં ઘસડી જવા માટે મજાક લાગી રહી છે.’

પીએમ મોદીએ વધુ એક ટ્વીટ કરતા લખ્યું કે ‘બની શકે કે કોઈની સારી ઈચ્છા હોય તો પણ મારો આગ્રહ છે કે જો ખરા અર્થમાં તમારા મન આટલો પ્રેમ હોય અને મોદીને સન્માનિત કરવું જ હોય તો એક ગરીબ પરિવારની જવાબદારી ઉપાડી લો. ઓછામાં ઓછુ ત્યાં સુધી જવાબદારી ઉપાડો કે જ્યાં સુધી કોરોના વાયરસનું સંકટ હોય, મારા માટે આનાથી મોટું કોઈ સન્માન હોઈ જ ન શકે’.

મહત્વનુ છે કે સોશિયલ મીડિયામાં કોઈ પણ અપીલનું સમર્થન કરતા પહેલા એક વખત તેની ખરાઈ કરવી આવશ્યક છે અને તેના માટે સરકારી તંત્ર અને હેલ્પ લાઈનનો સંપર્ક કરી શકાય છે.