ગુજરાતદેશ

લોકડાઉનમાં પણ કોંગ્રેસના નેતાઓને ધરણા કરવાનું શુરાતન ચડ્યું, લોકોના સંયમ પણ પાણી ફેરવવાનો પ્રયાસ

78views

 

જ્યારે સમગ્ર દેશ એક થઈને લોકડાઉનના સમયમાં છેલ્લા 15 -15 દિવસથી સંયમ અને એક્તા દર્શાવી રહ્યો છે ત્યારે આવા સમયે કોંગ્રેસના નેતાઓ શાંત પાણીમાં કાંકરીચાળાનો પ્રયાસ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં લોકડાઉનનું લોકો પાલન કરી રહ્યા છે તેવામાં કોંગ્રેસના નેતાઓને પોતાના સમર્થકો સાથે ધરણા કરવાનું ગાંડપણ ઉપડ્યું છે.

વાત થઈ રહી છે ભાવનગરની કે જ્યાં પોઝિટીવ કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. સરકાર અને સ્થાનિક તંત્ર દિવસ રાત લોકોને સુરક્ષિત રાખવા માટે 24 કલાક ખડેપગે છે ત્યારે તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ એવી હરકત કરી કે જેનાથી પ્રજા કોંગ્રેસને ક્યારેય માફ નહી કરે.

ભાવનગરમાં રાશન કાર્ડ ધારકો અને જેમની પાસે ન હોય તેમને અન્ન બ્રહ્મ યોજના હેઠળ પણ રાશન અને ફૂડ બાસ્કેટ અપાઈ રહ્યુ છે. લોકો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પોતાની જરૂરિયાત પ્રમાણે રાશન સસ્તા અનાજની દુકાનેથી લઈ રહ્યા છે. પરંતુ ગમે તેમ કરીને ચર્ચામાં રહેવું અને સેવાના બદલે હવનમાં હાડકા નાંખવા જેવી મુરાદ સાથે તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી સામે ધરણાનો પ્રયાસ કર્યો.જોકે પોલીસે ગણતરીના સમયમાં જ તેમની અટકાયત કરી દીધી.

માત્ર ગુજરાત જ નહી અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસના નેતાઓ ગમે તેમ કરીને ચર્ચામાં બની રહેવા માંગે છે..આ તરફ મધ્યપ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય સિદ્ધાર્થ કુશવાહા વિરુદ્ધ પણ સતનાના કોલગવા પોલીસ  સ્ટેશમાં સીઆરપીસીની કલમ 144ના નિયમોના ભંગ બદલ એફઆઈઆર દાખલ કરાઈ છે. આ ધારાસભ્યએ કોંગ્રેસના કાર્યકરો સાથે નઈ બસ્તી વિસ્તારમાં ધરણા પ્રદર્શન કર્યુ હતુ. જેથી તેમની વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેટજમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

 

લોકડાઉન દરમ્યાન લોકોની સ્વયં શિસ્ત પર પાણી ફેરવવા માંગતી કોંગ્રેસની પોલ વધુ એક વખત ખુલ્લી પડી ગઈ છે. લોકોની સેવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે સાંસદો અને ધારાસભ્યોના પગારમાં 30 ટકા કાપનો નિર્ણય કર્યો જેનાથી પણ કોંગ્રેસના પેટમાં તેલ રેડાયુ. પ્રજાની સેવા કરવી તો દૂર પરંતુ પ્રજામાટેના કાર્યમાં સહયોગ આપવાને બદલે કેવી રીતે તેને બગાડી શકાય તેમાં જ કોંગ્રેસને વિકૃત મજા આવે છે.