Uncategorized

APL-1 કાર્ડધારકોને પણ એપ્રિલ મહિના માટે અનાજ વિના મૂલ્યે આપવામાં આવશેઃ અશ્વિની કુમાર

165views

કોરોના વાયરસને ડામવા માટે વડા પ્રધાન મોદી દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.. ત્યારે લોકડાઉનના સમયમાં કોઇ ગરીબને ભૂખ્યા ન રહેવું પડે તે માટે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો અને રાશનકાર્ડ ન હોય તેવા ગરીબ વર્ગના લોકોને મફત અનાજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, ત્યારે હવે રૂપાણી સરકાર દ્વારા વધુ એક રાહતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત APL-1 કાર્ડ ધારકોને પણ મફતમાં એપ્રિલ મહિના માટેનું અનાજ આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, APL-1 કાર્ડ ધારકોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ આપવામાં આવશે. આ વિતરણ ટૂંક સમયમાં કરવામાં આવશે.