તાજા સમાચારબીઝનેસ

શેરબજારમાં 10 વર્ષનો સૌથી મોટો ઉછાળો, સેન્સેક્સે લગાવી 2476 પોઈન્ટની છલાંગ, રોકાણકારોની સંપત્તિ 8 લાખ કરોડ રૂપિયા વધી

97views

 

  • વૈશ્વિક બજારોમાં તેજીની અસર
  • જાપાને જાહેર કર્યુ 1 લાખ કરોડ ડૉલરનું રાહત પેકેજ
  • ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઘટાડવા પર થઈ શકે છે સહમતિ
  • રોકાણકારોની સંપત્તિમાં 8 લાખ કરોડનો વધારો

લોકડાઉનની સ્થિતિ વચ્ચે શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી. સતત મંદીના માહોલ વચ્ચે મંગળવારે બજારમાં તેજીનો કરંટ જોવા મળ્યુ. સેન્સેક્સમાં 2476 પોઈન્ટના વધારા સાથે 30,067ની સપાટી જોવા મળી. આ પહેલા 18 મે 2009ના દિવસે બજારમાં 2110 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. એટલે કે સેન્સેક્સમાં આજે જોવા મળેલો ઉછાળો 10 વર્ષનો સૌથી મોટો ઉછાળો છે. નિફ્ટીમાં પણ દિવસ દરમ્યાન 702 પોઈન્ટના ઉછાળા સાથે 8785નું લેવલ જોવા મળ્યુ. વૈશ્વિક બજારોમાં તેજીની અસરને પગલે ઈન્ડિયન માર્કેટમાં બાસ્કેટ બાઈંગ જોવા મળ્યુ. બજારના જાણકારોને જણાવ્યા અનુસાર એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 8 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

  • શેરબજારમાં તેજીના કારણો

1). અમેરિકામાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી ઘટવાથી યુએસ માર્કેટમાં 7 ટકાથી વધુનો ઉછાળો જોવ  મળ્યો.

2). ક્રૂડનું ઉત્પાદન ઘટાડવા પર રશિયા અને સાઉદી અરબ વચ્ચે કરાર થઈ શકે છે જેનાથી વિશ્વના અનેક દેશોના અર્થતંત્રને ફાયદો થશે તેવુ બજારના એક્સપર્ટનું માનવું છે.

3). કોરોના સામે લડવા જાપાને 1 લાખ કરોડ ડૉલરના મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. જેની પણ પોઝિટીવ અસર વિશ્વના બજારો પર જોવા મળી.

4). એવી પણ માહિતી મળી છે કોરોનાની સારવાર માટે એન્ટી પેરાસિટિક દવા ઉપયોગી થઈ શકે છે. તેમજ લેબ પરીક્ષણમાં એન્ટી પેરાસિટિક દવા કોરોનાની સારવામાં સફળ પુરવાર થઈ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકનો દાવો છે કે એન્ટી પેરાસિટીક દવા 48 કલાકમાં વાયરસને ખતમ કરી શકે છે.

આવા અનેક પરિબળો એક સાથે સામે આવતા મંગળવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં 10 વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાયો. જોકે નવા રોકાણકારોએ હાલમાં આ તબક્કે માર્કેટથી દૂર જ રહેવું જોઈએ તેમ માર્કેટ એક્સપર્ટનું કહેવું છે.