તાજા સમાચારગુજરાતબીઝનેસ

સસ્તી લોન, EMI પર ત્રણ મહિનાની છૂટ, સંકટના સમયે આરબીઆઈએ ખોલ્યા રાહતના દરવાજા

129views

 

  • આરબીઆઈએ રેપોરેટમાં 0.75 ટકા ઘટાડ્યો
  • રિવર્સ રેપોરેટમાં 0.9 ટકાનો ઘટાડો
  • સીઆરઆરમાં 1 ટકાનો ઘટાડો
  • EMI પર રાહત આપવા બેન્કોને RBIની સલાહ

દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે આરબીઆઈએ ઐતિહાસિક જાહેરાત કરી છે. આરબીઆઈએ રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે આ સાથે જ રેપોરેટ 5.15 ટકાથી ઘટીને 4.4 ટકા થયો છે. તેમજ રિવર્સ રેપોરેટ પણ 0.9 ટકા ઘટાડીને 4 ટકા કર્યો છે. આરબીઆઈના આ પગલાથી તમામ પ્રકારની લોનના વ્યાજદરોમાં ઘટાડો થશે.  બેન્કો પાસે નાણાંકિય ભંડોળ વધુ રહે તે માટે આરબીઆઈએ એક વર્ષ માટે કેશ રિઝર્વ રેશિયો એટલે કે સીઆરઆર પણ 1 ટકા ઓછો કરીને 4 ટકાથી ઘટાડીને 3 ટકા કર્યો છે. આરબીઆઈએ તમામ પ્રકારની લોનની ઈએમઆઈમાં ત્રણ મહિનાની રાહત આપવા સલાહ આપી છે. એટલે કે હવે બેન્કો નક્કી કરશે કે તેમના ગ્રાહકોને લોન પર રાહત આપવી છે કે નહી. આરબીઆઈ માત્ર સલાહ આપી છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ મોનિટરીંગ પોલિસીના નિર્ધારિત સમય પહેલાજ મોનિટરીંગ પોલિસીની બેઠક બોલાવી હતી જેમાં 6 માંથી 4 સભ્યોએ રેટ કટના પક્ષમાં વોટ કર્યો હતો. આરબીઆઈએ જણાવ્યું કે કોવિડ-19ના કારણે વૈશ્વિક આર્થિક ગતિવિધિઓનેઅસર થશે છે જોકે કોવિડ 19ની અસર કેટલી થશે તે હાલ કહી ન શકાય. આરબીઆઈએ જે પગલા લીધા છે તેનાથી બેન્કિંગ સિસ્ટમાં 3.74 લાખ કરોડ રૂપિયાની કેશ વધશે.