તાજા સમાચારદેશ

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારનું પતન, બહુમત પરિક્ષણ પહેલા જ સ્વીકારી હાર

મધ્યપ્રદેશમાં ઓક્સિજન પર કમલનાથ સરકાર, ફ્લોર ટેસ્ટ માટે ભાજપની સુપ્રીમ કોર્ટમાં અરજી

આંતરિક જૂથવાદને પરિણામે કોંગ્રેસને વધુ એક રાજ્યમાંથી સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારનું પતન થયું છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 20 માર્ચ સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો તે પહેલા જ કમલનાથે રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધી. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકોએ કમલનાથ સરકારમાંથી એક પછી એક રાજીનામું આપી દેતા જ નક્કી થઈ ગયુ હતુ કે કમલનાથ સરકાર હવે બહુ લાંબો સમય નહી ટકે અને થયું પણ એવુંજ.

મધ્યપ્રદેશ વિધાનસભાનું ગણિત જોઈએ તો 230 બેઠકો ધરાવતી વિધાનસભામાં બે બેઠકો ખાલી છે અને 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. જેથી કુલ ધારાસભ્યોની સંખ્યા 206 થઈ છે જેમાં બહુમત માટે 104 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડે. આવી સ્થિતિમાં કોંગ્રેસના 92, બીએસપીના 2, એસપીના 1અને અપક્ષના 4 મળીને કુલ 99 સભ્યો થાય. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. એટલે કમલનાથ સરકાર પહેલાથી જ લઘુમતીમાં આવી ગઈ હતી પરંતુ યેનકેન પ્રકારે ફ્લોર ટેસ્ટ ટાળવાન કોશિશ કરતી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સીએમ કમલનાથ પાસે રાજીનામા સિવાયનો કોઈ વિકલ્પ બચ્યો નથી.