Uncategorized

આયુષ્યમાન ભારત યોજનામાં લોકોને કોરોના વાઇરસની મળશે મફત સારવાર, મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

આયુષ્યમાન ભારત યોજનામાં લોકોને કોરોના વાઇરસની મળશે મફત સારવાર, મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

કોરોના વાયરસ સામે લડવા માટે મોદી સરકાર એક પછી એક મહત્વના પગલા ભરી રહી છે. તેવામાં સરકાર દ્વારા વધુ એક રાહતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે , આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત કોરોના વાઈરસ (કોવિડ 19)ના લક્ષણોવાળા દર્દીની નિ:શુલ્ક સારવાર કરવામાં આવશે.

આ મુદ્દે નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ના સીઈઓ ડો ઈન્દુ ભૂષણના જણાવ્યા પ્રમાણે, આયુષ્યમાન ભારત-PMJAY નિ:શુલ્ક સારવાર મળે તેવા લક્ષણોમાં, નિમોનિયા, તાવ વગેરે સામેલ છે. ભૂષણે ટ્વીટ કર્યું કે, કોવિડ 19ના લક્ષણ જેમ કે, નિમોનિયા, તાવ વગેરેની સારવાર યોજનાના વિવિધ પેકેજ દ્વારા યોજના અંતર્ગત યાદીમાં સામેલ હોસ્પિટલામાં એકદમ નિ:શુલ્ક કરી શકાય છે.

સાથે જ રાષ્ટ્રીય આરોગ્ય સત્તા (એનએચએ) દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે કે, કોવિડ -19 એટલે કે કોરોના વાયરસના લક્ષણોની જાણ થતાની સાથે લોકોએ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઇએ. હોસ્પિટલોમાં વાયરસને લઇને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે જ આયુષ્માન ભારત-પીએમ જન આરોગ્ય યોજના (પીએમજેવાય) હેઠળ આજદિન સુધીમાં કુલ 12.41 કરોડ ઇ-કાર્ડ જારી કરવામાં આવ્યા છે.