તાજા સમાચારદેશ

VIDEO : ફરી આંકડાઓમાં ફસાયા રાહુલ ગાંધી, લોકસભામાં પૂછ્યું 50 ડિફોલ્ટર્સના નામ, બહાર આવીને કહ્યું 500 ડિફોલ્ટર્સ !!

VIDEO : ફરી આંકડાઓમાં ફસાયા રાહુલ ગાંધી, લોકસભામાં પૂછ્યું 50 ડિફોલ્ટર્સના નામ, બહાર આવીને કહ્યું 500 ડિફોલ્ટર્સ !!

સાંભળો રાહુલ ગાંધીનું વિરોધાભાષી નિવેદન

ભ્રામક આકડાઓથી સરકારને ઘેરવાનો પ્રયાસ કરતી કોંગ્રેસનું જુઠ્ઠાણુ ફરી એક વખત પકડાયું છે. આ વખતે લોચો માર્યો છે ખુદ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ. લોકસભામાં પશ્નકાળ દરમ્યાન રાહુલ ગાંધીએ બેન્ક ડિફોલ્ટર્સના નામે સવાલ કર્યો. જોકે આ દરમ્યાન તેઓ આંકડાઓની જાળમાં એવા ફસાયા કે લોકસભામાં જે આંકડો બોલ્યા તેમાં 10 ગણો વધારો બહાર આવીને કરી નાંખ્યો.

  • લોકસભામાં પૂછ્યું 50 ડિફોલ્ટર્સ, બહાર આવીને કહ્યું 500

લોકસભામાં રાહુલ ગાંધીએ સરકાર પાસેથી 50 બેન્ક ડિફોલ્ટર્સના નામ પૂછ્યા પરંતુ સંસદની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં એક વાર નહી પરંતુ બેથી ત્રણ વખત કહ્યુ કે તેમણે લોકસભાની અંદર સરકાર પાસેથી 500 ડિફોલ્ટર્સના નામ પૂછ્યા છે. આ પહેલા રાફેલ મુદ્દે પણ રાહુલ ગાંધીએ ખોટા આંકડાઓ દર્શાવતા ભાજપે તેમના પર કટાક્ષ કર્યો હતો.

  • કોંગ્રેસની સરકારમાં નાણાં અપાયા : અનુરાગ ઠાકુર

રાહુલ ગાંધીના સવાલ પર રાજ્યકક્ષાના નાણાંપ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યુ કે બેન્ક ડિફોલ્ટર્સનું લિસ્ટ વેબસાઈટ પર છે. અને આ નાણાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે અપાયા હતા નહી કે ભાજપ સરકારમાં. અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યુ કે કેટલાક લોકો પોતાના પાપ બીજાના માથે નાંખવા માંગે છે.