તાજા સમાચારદેશ

કોરોના વાયરસ: માસ્ક-સેનિટાઇઝરની કિંમતો પર નહી ચાલે વ્યાપારીઓની મનમાની, મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

71views

ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે વ્યાપારીઓ  દુકાનેામા  સેનિટાઇઝર અને માસ્કની અછતના નામે બમણા ભાવ વસુલે છે. ત્યારે મોદી સરકારે આવા તમામ વ્યાપારીઓ સામે લાલ આંખ કરી છે. જેમાં  કોરોના વાયરસથી સુરક્ષા માટેના માસ્ક અને સેનિટાઈઝરને સરકારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમમાં શામેલ કરવાનો નિર્ણય લીધો છે.

હાલ બજારોમાં માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર ખૂબ ઉંચા ભાવે વેચાઇ રહ્યા છે. તેવામાં કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ 1 (કોરોના વાયરસ) ના કારણે દેશની સ્થિતીને ધ્યાનમાં રાખીને સરકારે લોજિસ્ટિક સંબધી ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જેમાં સરકારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 માં સુધારો કર્યો છે. આ અંતર્ગત, માસ્ક અને સેનિટાઇઝર્સને 30 જૂન 2020 સુધીમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ આવશ્યક ચીજવસ્તુ તરીકે જાહેર કરવા આદેશ આપવામાં આવ્યો છે.

એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી

સરકારે કાનૂની મેટ્રોલોજી અધિનિયમ હેઠળ એક એડવાઇઝરી પણ બહાર પાડી છે. જેમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ, રાજ્યો, ઉત્પાદકો સાથે પરામર્શ કરીને, આ ચીજવસ્તુઓની ઉત્પાદન ક્ષમતા વધારવા, સપ્લાય ચેનને સુવ્યવસ્થિત કરવા જણાવી શકે છે, જ્યારે કાનૂની મેટ્રોલોજી અધિનિયમ હેઠળ રાજ્યો આ બંને ચીજોની મહત્તમ કિંમત (એમઆરપી) પસંદ કરી શકે છે.