ગુજરાત

સુરત કોર્પોરેશનમાં કોંગ્રેસના દંડક ઈકબાલ બેલિમની ધરપકડ, લાજપોર જેલમાં બંધ

સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ બેલિમની વર્ષ 1992ના રમખાણ કેસમાં ધરપકડ કરાઈ છે. કોર્ટમાં ચાલતા કેસ દરમ્યાન પડતી તારીખોમાં સતત ગેરહાજર રહેતા કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ કાઢ્યું હતુ. જે બાદ પોલીસે ઈકબાલ બેલિમની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો જ્યાં કોર્ટે તેને લાજપોર જેલમાં ખસેડવાનો આદેશ કર્યો છે. મહત્વનું છે કે કોર્પોરેટર ઈકબાલ બેલિમ સુરત કોર્પોરેશનમાં કોંગ્રેસનો દંડક પણ છે. કોંગ્રેસના કોર્પોરેટરની ધરપકડ થતા સ્થાનિક કોંગ્રેસને પણ આંચકો લાગ્યો છે.