ગુજરાત

21 માર્ચ સુધી શાળા- કોલેજો બંધ હોવાનો સોશિયલ મીડિયામાં ફરતા પરિપત્રને રાજ્ય સરકારે ફેક ગણાવ્યો

117views

દેશમાં કોરોના વાયરસનો ફફડાટ છે ત્યારે અફવાઓનું બજાર પણ ગરમ છે. હાલમાં સોશિયલ મીડિયામાં કેન્દ્ર સરકારની એડવાઈઝરીના નામે એક પત્ર ફરી રહ્યો છે જેમાં લખાયુ છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને સિક્કીમમાં 14 માર્ચથી 21 માર્ચ સુધી શાળા કોલેજ સહિત શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા આદેશ કરાયો છે. તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 10થી વધુ લોકો કામ કરતા હોય તેવી સંસ્થાઓને પણ આ આદેશ લાગુ પડશે. અને જો આદેશનો અમલ નહીં થાય તો પાંચ હજારનો દંડ થશે.

પરંતુ આ એડવાઈઝી ખોટી હોવાની ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવીએ જણાવ્યું  કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ જ એડવાઈઝરી બહાર પાડી નથી અને સોશિયલ મીડિયામાં ફરતો એડવાઝરીનો પત્ર ફેક છે. સાથે જ લોકોએ અફવાથી દૂર રહેવા અને ગેરમાર્ગે નહીં દોરાવા પણ અપીલ કરી છે.