દેશ

ફેફસામાં કેવી રીતે અસર કરે છે કોરોના વાયરસ, સામે આવી 3-D ઈમેજ

131views

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે શરીરને પ્રભાવિત કરે છે તે દિશામાં મેડિકલ પ્રોફેશનલ્સ અને વૈજ્ઞાનિકો દિવસ રાત કામ કરી રહ્યા છે. આ દિશામાં કોરોનાગ્રસ્ત દર્દીઓના ફેફસાઓની 3-ડી ઈમેજ બનાવીને તેની અંદરની સ્થિતિ સમજવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોએ ચીનમાં કોરોના વાયરસ COVID-19 ઈન્ફેક્શનથી મૃત્યુ પામેલા 1000થી વધારે લોકોના પોસ્ટમોર્ટમમાં તેમના ફેફસાની સ્થિતિની 3-ડી ઈમેજ બનાવી છે.

કોરોના વાયરસથી અસરગ્રસ્ત ફેફસાઓની 3-D ઈમેજ

આ તસવીર રેડિયોલોજિકલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા (RSNA) દ્વારા રજૂ કરાઈ છે. ફેફસાના એક્સ-રે અને સીટી સ્કેનથી સામે આવ્યું છે કે ફેફસામાં ચીકળા અને ગાઢ લાળ ભરાઈ જાય છે તેનાથી દર્દીનો શ્વાસ રૂંધાવા લાગે છે અને ફેફસામાં હવા જવા માટે જગ્યા રહેતી નથી.

સફેદ ડાઘાઓ પરથી અવલોકન

COVID-19 પ્રભાવિત દર્દીના સીટી સ્કેનમાં ફેફસામાં સફેદ ડાઘાઓ સ્પષ્ટ દેખાય છે. તેને રેડિયોલોજિસ્ટે તેમની ભાષામાં ગ્રાઉન્ડ-ગ્લાસ ઓપેસિટી નામ આપ્યું છે. કારણ કે તે સ્કેનર પર બારીના કાચ પર લાગેલા ધબ્બા જેવુ દેખાય છે. દર્દીના ફેફસામાં સીટી સ્કેનથી એવા ધબ્બા દેખાય છે જે નિમોનિયાના હોય છે. પરંતુ કોરોનાના કેસમાં આ ધબ્બાઓ ઘણાં ઘટ્ટ હોય છે અને ફેફસામાં હવાની જગ્યાએ કઈક બીજુ જ દેખાય છે.

દર્દીના ચેસ્ટ રેડિયોગ્રાફ

આ 3D ઈમેજ બન્યા પછી ડોક્ટર એક્સ-રે અને સીટી સ્કેનથી આવા દર્દીઓની ઝડપથી ઓળખ કરી શકે છે જેઓને ગંભીર ઈન્ફેક્શન છે અને તેમને તુરંત આઈસોલેટ કરવાની જરૂર છે.

કોરોના વૈશ્વિક મહામારી

ચીનના વુહાન શહેરથી ફેલાયેલો કોરોના વાઈરસ (COVId-19) અત્યાર સુધી 111થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધી 4,604 લોકોના મોત થયા છે. 1 લાખ 26 હજારથી વધારે લોકોને ઈન્ફેક્શન થયું છે.