ગુજરાત

શું ગુજરાત કોંગ્રેસને પોતાના MLA પર વિશ્વાસ નથી?, ધારાસભ્યોને જયપુર અને ઉદયપુર લઈ જવાયા

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવા માટે કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહી છે. પોતાના જ ધારાસભ્યો પર વિશ્વાસ ન હોવાથી કોંગ્રેસને ધારાસભ્ય બચાવ અભિયાન ચલાવવું પડી રહ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે ધારાસભ્યોને જયપુરમાં ચૂંટણીમાં મતદાન કેવી રીતે કર્યુ તેની તાલીમ માટે લઈ જવાઈ રહ્યા છે તો સવાલ એ થાય કે શું ગુજરાતમાં ધારાસભ્યોને તાલીમ ન અપાઈ શકે. શા માટે આટલો ખર્ચો કરીને ધારાસભ્યોને રાજસ્થાન લઈ જવાઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર અલગ અલગ જૂથમાં ધારાસભ્યોને ગુજરાત બહાર લઈ જવાઈ રહ્યા છે. રવિવારે વધુ 20 ધારાસભ્યોના જૂથને જયપુર લઈ જવાશે તેવુ આયોજન છે. હાલમાં જે ધારાસભ્યો રાજસ્થાન માટે રવાના થયા છે તેમા ગેનીબેન ઠાકોર, ચિરાગ કાલરિયા, પુનમ પરમાર, હર્ષદ રિબડિયા, ચંદનજી ઠાકોર, હિંમતસિંહ પટેલ, અને લાખા ભરવાડનો સમાવેશ થાય છે. તો કેટલાક ધારાસભ્યોને ઉદયપુર પણ લઈ જવાઈ રહ્યા છે.