ગુજરાત

પીએમ નરેન્દ્ર મોદીનો 21 અને 22 માર્ચનો ગુજરાત પ્રવાસ હાલ પુરતો મુલતવી – નીતિન પટેલ

કોરોના વાયરસની અસરને પગલે શક્ય હોય ત્યાં સુધી સરકારી કાર્યક્રમો મોકૂફ રખાઈ રહ્યા છે. જેના ભાગ રૂપે પીએમ નરેન્દ્ર મોદીનો 21 અને 22 માર્ચનો ગુજરાત પ્રવાસ હાલ પુરતો મુલતવી રખાયો છે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે પીએમ  નરેન્દ્ર મોદીનો 21 અને 22 માર્ચનો કાર્યક્રમ નિર્ધારીત થયો હતો તે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુલતવી રખાયો છે અને તે કાર્યક્રમની વિધિવત રીતે નવી જાહેરાત કર્યા બાદ કરાશે.

મહત્વનું છે કે 21 અને 22 માર્ચે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ નક્કી થયો હતો જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવી ક્રૂઝ સર્વિસનું લોકાર્પણ, અમદાવાદમાં વિકાસના કામોનું લોકાર્પણનો કાર્યક્રમ હતો.