તાજા સમાચારગુજરાત

આજ દિન સુધી ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ કેસ પોઝિટીવ નહી – નીતિન પટેલ

 

કેન્દ્ર સરકારે કોરોના વાયરસ મુદ્દે તમામ રાજ્યો માટે ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં કયા કયા પ્રકારના નિયંત્રણો કરવા તેનો ઉલ્લેખ છે. આ અંગે માહિતી આપતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રની ગાઈડલાઈનનો સંપૂર્ણ અમલ થઈ રહ્યો છે. જેના ફળસ્વરૂપે રાજ્યમાં હજુ સુધી કોરોના વાયરસનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. અને આવી સ્થિતિ જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.

નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યના એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનું સર્વેલન્સ અને સઘન ચેકિંગ થઈ રહ્યુ છે જરૂર પડ્યે આઈસોલોશન વોર્ડની તૈયારી આરોગ્ય વિભાગ દ્વારા રાખવામાં આવી છે.. નીતિન પટેલે કહ્યુ કે મીડિયાના માધ્યમથી નાગરિકો પણ જાગૃત થઈ ગયા છે. મોટા ભાગે લોકોએ સ્વયં ભૂ રીતે કેટલીક કામગીરીમાં નિયંત્રણ લગાવ્યું છે તેમજ રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું પણ પાલન કરી રહ્યા છે.