તાજા સમાચારદેશ

NPRમાં કોઈ ડોક્યૂમેન્ટ માંગવામાં નહી આવે, આ પ્રક્રિયાથી ડરવાની જરૂર નથી: અમિત શાહ

129views

નાગરિકતા કાયદાને લઇને વિપક્ષે અનેક અફવાઓ ફેલાવી છે. જેના કારણે ઠેર ઠેર હિંસાઓના બનાવો સામે આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં NPR ને લઇને સરકાર વિરોધીઓ પોતાના સ્વાર્થ હેતુ ફરી એકવાર અફવાઓ ન ફેલાવે તે માટે મોદી સરકારે તૈયારી બતાવી છે. NPR ને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે, NPRમાં કોઈ ડોક્યૂમેન્ટ માંગવામાં નહી આવે.

રાજ્યસભામાં દિલ્હી હિંસાને લઈને ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, NPRની પ્રક્રિયાથી કોઇએ પણ ડરવાની જરૂર નથી અને NPRમાં કોઈ ડોક્યૂમેન્ટ માંગવામાં નહી આવે. તેમણે કહ્યું કે,  લોકો પાસે જે જાણકારી નથી તેને આપવાની કોઈ જરૂર નથી. આ સાથે તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં નાગરિકતા કાનુનને લઈને મુસલમાન ભાઈઓ બહેનોના મનમાં એક ભય બેઠી ગયો છે કે તમારી નાગરિકતા CAAથી છીનવી લેવામાં આવશે. આ ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. CAA નાગરિકતા લેવાનો કાનૂન છે જ નહી, આ નાગરિકતા આપવાનો કાનૂન છે.

કોંગ્રેસ પર સાધ્યું નિશાન

કોંગ્રેસને નિશાને લેતા અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં 76% લોકો હિંસામાં માર્યા ગયા છે. કોંગ્રેસના સમયમાં હિંસા થઈ તેમણે હિંસા શાંત કરવાનો પ્રયાસ કર્યા હશે અને અમે પણ હિંસાને શાંત કરીશું પરંતુ તેને મારી પાર્ટી અને વિચારધારા પર મઢવાનો પ્રયાસ નિંદનિય છે. જ્યારે વાસ્તવિકતા ઉલ્ટી જ છે કે કોંગ્રેસના શાસનમાં 76% લોકો હિંસામાં માર્યા ગયા છે.