દેશ

કોરોના પર પીએમ મોદીએ કરી એવી પહેલ, પાડોશી રાષ્ટ્રોએ પણ કર્યુ સમર્થન

વૈશ્વિક મહામારી કોરોના સામે પીએમ નરેન્દ્ર મોદીએ એક નવી પહેલ શરૂ કરી છે. તેમની આ પહેલથી ન માત્ર દક્ષિણ એશિયા સમૂહ દેશોના નેતાઓ સહમત થયા છે પરંતુ તેઓ પીએમ મોદીના ગુણગાન પણ ગાઈ રહ્યા છે. હકિકતમાં પીએમ મોદીએ સાર્ક સમૂહમાં સામેલ દેશોને આહ્વાન કર્યુ કે ‘કોરોના વિરુદ્ધની લડાઈમાં આપણા નાગરિકોને સ્વસ્થ રાખવા સાર્ક દેશોના વડાઓએ વીડિયો કોન્ફરન્સથી જોડાઈને સંયુક્ત ચર્ચા કરવી જોઈએ, જેનાથી આપણે સાથે મળીને દૂનિયા સમક્ષ એક નવું ઉદાહરણ સ્થાપિત કરી શકીએ અને એક સ્વસ્થ વિશ્વના નિર્માણમાં સહભાગી બની શકીએ.’

 

શુક્રવારે પીએમ મોદીએ ટ્વીટર પર આ પ્રસ્તાવ મુક્યો જેમા સાર્ક દેશોએ એક થઈ કોરોના વાયરસ સામે લડવા જણાવ્યું. પીએમના ટ્વીટ બાદ અનેક દેશોએ ભારતના વડાપ્રધાનની પહેલનું સમર્થન કર્યુ. પીએમની અપીલ બાદ શ્રીલંકા, ભૂટાન, અને માલદીવના રાષ્ટ્રપ્રમુખોએ પ્રતિક્રીયા આપી.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબયા રાજપક્ષેએ ટ્વીટ કર્યુ કે કોરોના વાયરસ મુદ્દે ‘શ્રીલંકા વાત કરવા તૈયાર છે’. પોતાના નાગરિકોને સુરક્ષિત રાખવા માટેની આ પહેલના વિચાર બદલ તેમણે પીએમ મોદીનો આભાર પણ માન્યો.

તો ભૂટાનના વડાપ્રધાન લોતેય શેરિંગે પણ પીએમ મોદીની પહેલનું સમર્થન કરી..તેમણે ટ્વીટ કર્યુ કે ‘આને જ ખરા અર્થમાં નેતૃત્વ કહેવાય છે. સાર્ક દેશોના સભ્ય તરીકે આપણે સાથે આવવું જોઈએ નહીતર આનાથી ઈકોનોમીને નુકસાન થઈ શકે છે. હું આ વીડિયો કોન્ફરન્સ માટે તૈયાર છુ.’

માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહે પણ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ કે ‘કોરોના વાયરસને નાથવા માટે આપણે તમામે સાથે આવવાની જરૂર છે. ક્ષેત્રિય એક્તા દર્શાવતી આ પહેલનું અમે સમર્થન કરીએ છીએ.’

 

નેપાલના વડાપ્રધાન કે. પી. શર્માએ પણ પીએમ મોદીના પ્રસ્તાવ પણ કહ્યુ કે ‘અમારી સરકાર પણ આ પહેલમાં સાથ આપવા તૈયાર છે.’