ગુજરાત

શું ગુજરાત કોંગ્રેસમાં ફરી આવશે ભૂકંપ ?, 6થી7 ધારાસભ્યો પક્ષથી નારાજ

મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત 22 ધારાસભ્યોના રાજીનામા અને ભાજપમાં જોડાણ બાદ હવે પક્ષ પલટાનો પવન ગુજરાત તરફ ફંટાયો હોય એમ લાગે છે. ગુજરાત કોંગ્રેસમાંથી હજુ છથી સાત ધારાસભ્યો ખરી પડે તેવી શક્યતા છે. રાજ્યસભાની ચૂંટણીમાં ટિકિટ વહેચણીને લઈને કોંગ્રેસનો કકળાટ બહાર આવે તો નવાઈ નહી. પક્ષનો આંતરિક વિખવાદ એટલો વધી ગયો છે કે કોંગ્રેસના ધારાસભ્યો પ્રદેશની નેતાગીરીથી પરેશાન થઈ ગયા છે. કોંગ્રેસના ધારાસભ્યોની રજૂઆતોને પણ પ્રદેશ કોંગ્રેસ સાંભળતુ ન હોવાની માહિતી સુત્રો દ્વારા મળી છે. આવી સ્થિતિમાં છથી સાત ધારાસભ્યો એવા છે કે જે ખુલીને કોંગ્રેસ સામે બળવો કરે તેવી શક્યતા છે.

રાજકીય પંડિતો પણ કયાસ લગાવી રહ્યા છે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા મોટી નવાજૂની થાય તો નવાઈ નહી. જોકે સોશિયલ મીડિયામાં ફરતી કોંગ્રેસના અસંતુષ્ટોની યાદી પરથી ખ્યાલ આવે કે સૌરાષ્ટ્રના કોંગ્રેસના અસંતુષ્ટ ધારસભ્યોની સંખ્યા વધારે છે. જોકે એક પણ ધારાસભ્યએ પોતે પક્ષથી અસંતુષ્ટ હોવાની વાત સ્વીકારી નથી પરંતુ અંદરખાને એવી અટકળો છે કે ટૂંક સમયમાં કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવશે.

કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યો

  • ભગા બારડ, તલાળા
  • લલિત કગથરા, ટંકારા
  • પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અબડાસા
  • પ્રવીણ મુસડીયા, ગઢડા
  • વિક્રમ માડમ, ખંભાળીયા
  • બાબુભાઇ વાજા, માંગરોળ
  • સોમાભાઇ પટેલ, લીંબડી
  • કાળાભાઇ ડાભી, કપડવંજ
  • જે વી કાકડીયા, ધારી
  • અમરિશ ડેર, રાજુલા