ગુજરાતદેશ

કરોડો વાહન ચાલકો માટે રાહતના સમાચાર, હજુ ઘટશે પેટ્રોલ- ડીઝલના ભાવ – ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો યથાવત

104views

એવું નથી કે દેશની ઓઈલ કંપનીઓ માત્ર ભાવ વધારો જ કરે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાનો લાભ પણ લોકો સુધી પહોચાડે છે. હાલનો જ દાખલો લઈએ તો કોરોના વાયરસની અસરને પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે કડાકો બોલી ગયો છે. જેના પગલે ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 2.69 રૂપિયા, ડીઝલના ભાવમાં 2.33 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 68.11 રૂપિયા અને ડીઝલનો 66.21 રૂપિયા પ્રતિ લિટરે પહોચ્યો છે.

  • 20 ડોલરની સપાટીએ પહોંચશે ક્રૂડ ઓઈલ – ગોલ્ડમેનની આગાહી

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી ઓઈલ કંપનીઓ ફેબ્રુઆરીથી ભાવ ઘટાડી રહી છે. સાઉદી અરબ અને રશિયા વચ્ચે પ્રાઈસ વોર શરૂ થતા આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં 31 ટકાનો ઘટાડો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. જો કોરોના વાયરસની ઈફેક્ટ અને પ્રાઈઝવોર સતત ચાલુ જ રહેશે તો આ ભાવ 20 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોચી જવાની આગાહી આંતરરાષ્ટ્રીય એજન્સી ગોલ્ડમેને કરી છે.

  • હજુ ઘટશે પેટ્રોલ- ડીઝલના ભાવ

ભારતની વાત કરીએ તો હજુ આગામી દિવસોમાં ભાવ ઘટશે કારણ કે વર્તમાન સમયમાં રિટેલ કિંમત પુરોગામી પખવાડિયાના બેન્ચમાર્ક આંતરાષ્ટ્રીય ભાવોની સરેરાશના આધારે નક્કી થાય છે. તેલની કિંમતો પ્રતિ બેરલ 31 ડોલરથી નીચે જતા આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ ડિઝલના ભાવ હજુ ઘટશે.

  • આમ આદમીને સૌથી મોટો ફાયદો

પેટ્રોલ અને ડિઝલમાં ભાવ ઘટતા તેનો સૌથી મોટો ફાયદો આમ આદમીને થઈ રહ્યો છે બીજી તરફ ડિઝલના ભાવો ઘટતા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું પરિવહન પણ પ્રમાણમાં સસ્તુ થઈ રહ્યુ છે.