ગુજરાત

ખેડૂતોની આવક બમણી કરવા તરફ અગ્રેસર ગુજરાત, ઉનાળુ વાવેતર ગત વર્ષ કરતા બમણું

73views

ખેડૂતો મુદ્દે વિપક્ષ ભલે કાગારોળ કરે પરંતુ ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોની અસર જોવા મળી રહી છે.  ગુજરાતમાં ઉનાળુ વાવેતરના પ્રારંભિક આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં ઉનાળુ વાવેતર બમણુ થયુ છે. ખેતી માટે સિંચાઈની સુવિધા અને પાકના પોષણક્ષમ ભાવ મળતા જગતનો તાત પણ ખુશખુશાલ છે. માટે જ ગત વર્ષની તુલનાએ આ વર્ષે સારા વાવેતરની ખેડૂતોને પણ આશા બંધાઈ છે. 9 માર્ચ સુધીમાં રાજ્યભરમાં 2 લાખ 52 હજાર 305 હેક્ટર વિસ્તારમાં ઉનાળું વાવેતર થયું છે. જે ગત વર્ષની તુલનામાં બમણાથી પણ વધું છે.

હાલમાં ગુજરાતમાં રવિ વાવેતર જેવા કે જીરૂ, ચણાની કાપણી શરૂ થઈ ચૂકી છે અને ડાંગર, બાજરી, મકાઈ, મગ તેમજ મગફળીનું ગત વર્ષ કરતા બમણું વાવેતર થયું છે.