દેશ

દિલ્હી હિંસા મુદ્દે અમિત શાહનો ઓવૈસીને જવાબ, ‘સોફ્ટવેર ન તો ધર્મ જૂએ છે ના તો કપડા એ માત્ર ચહેરો જ જૂએ છે’.

 

  • લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન
  • દિલ્હી હિંસામાં યુપીના 300 લોકોની ઓળખ
  • 700થી વધુ એફઆઈઆર દાખલ

સાંભળો અમિત શાહનો ઓવૈસીને જવાબ

દિલ્હી હિંસા મુદ્દે લોકસભામાં થયેલી ચર્ચામાં ગૃહમંત્રી અમિત શાહે જવાબ રજૂ કર્યો. પોતાના નિવેદનમાં અમિત શાહે સરકાર તરફથી હિંસા રોકવા માટે અને પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીની વિસ્તૃત વિગતો આપી. તેમણે જણાવ્યું કે ફેસ ‘આઈડેન્ટિફિકેશન સોફ્ટવેરની મદદથી 1100થી વધારે લોકોની ઓળખ થઈ ચૂકી છે કે જેઓ હિંસા ફેલાવવામાં સામેલ હતા.’

લોકસભામાં અસદૂદ્દીન ઓવૈસી પર નિશાન તાકતા અમિત શાહે કહ્યું કે ‘સોફ્ટવેર ન તો ધર્મ જૂએ છે ના તો કપડા એ માત્ર ચહેરો જ જૂએ છે અને લોકોની ઓળખ કરે છે. માટે જ એક સમુદાયને ટાર્ગેટ કરવાની વાત ખોટી છે. આ સોફ્ટવેરની અંદર આધાર, ડ્રાઈવિંગ લાયન્સસ સહિત અન્ય સરકારી દસ્તાવેજોનો ડેટા નાંખવામાં આવ્યો છે જેનાથી 1100થી વધારે લોકોની ઓળખ થઈ ચૂકી છે.’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું કે 1100 લોકોમાંથી 300 લોકો ઉત્તરપ્રદેશથી દિલ્હીમાં ખાસ હિંસા ફેલાવવા માટે જ આવ્યા હતા જેની પુષ્ટી ઉત્તરપ્રદેશ પોલીસ પાસેથી મળેલા ડેટાના આધારે થઈ છે જે દર્શાવે છે કે આ ખૂબ જ મોટુ ષડયંત્ર હતુ. 27 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં દિલ્હી હિંસા મામલે 700થી વધુ એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે. અને વૈજ્ઞાનિક પુરાવાના આધારે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરાઈ રહી છે.