ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીમાં ધાક ધમકીથી સેનેટની ચૂંટણી જીતવાનું NSUI અને કોંગ્રેસનું ષડયંત્ર ખુલ્લુ પડ્યું, ઈન્દ્રવિજયસિંહ ગોહિલની ઓડિયો ક્લીપે ખોલી પોલ

 

  • ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણી
  • NSUI કોંગ્રેસની લુખ્ખાગીરીનો વધુ એક પુરાવો
  • કોંગ્રેસના નેતા ઈન્દ્રવિજયસિંહ ગોહિલની ઓડિયો ક્લીપ
  • એનએસયુઆઈના અહર્નિષ મિશ્રા, સિદ્ધરાજસિંહની પ્રોફેસરને ધમકી
  • વિદ્યાર્થીઓને ઈન્ટરનલમાં નાપાસ કરવાની ધમકી અપાઈ

ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી દરમ્યાન NSUI અને કોંગ્રેસના નેતાઓ કેવી લુખ્ખી દાદાગીરી પર ઉતરી આવ્યા હતા તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ચૂંટણી જીતવા માટે એનએસયુઆઈ અને કોંગ્રેસે મતદારો અને પ્રોફેસરોને ધાક ધમકી આપીને ડરાવી રાખ્યા. ચૂંટણી પ્રચારના ભાગ રૂપે ભયનો માહોલ ઉભો કરવામાં કોંગ્રેસ અને તેની વિદ્યાર્થી પાંખે કોઈજ કસર છોડી નહી. આવી જ એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જેમાં એનએસયુઆઈના નેતાઓ અને યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ પ્રોફેસર અતુલ ઉનાગર સાથે કેવી દાદાગીરી પર ઉતરી આવ્યા છે તે સંભળાય છે.

ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર અતુલ ઉનાગરને એનએસયુઆઈ અને કોંગ્રેસના નેતાઓ ફોન પર ગંદી ગાળો આપતા હોય તેમ સંભાળાય છે. પ્રોફેસરની માન મર્યાદા તો દૂર પરંતુ તેમને મા- બેન વિશે ખૂબ જ નિમ્ન કક્ષાની ગાંળો  અપાઈ રહી છે. શરૂઆતમાં એનએસયુઆઈના નેતા  અહર્નિષ મિશ્રા અને  બાદમાં સિદ્ધરાજસિંહ પ્રોફેસર અતુલ ઉનાગર સાથે ગાળા ગાળીમાં વાતો કરે છે. પ્રોફેસર અતુલ ઉનાગર ખુબ જ શિસ્તતાથી એનએસયુઆઈના નેતાઓ જોડે વાત કરે છે પરંતુ સેનેટની ચૂંટણીમાં દાદાગીરી અને ગુંડાગર્દી જ કરવા આવ્યા હોય તેમ તેઓ પ્રોફેસરને ઉતારી પાડે છે અને ન કહેવાના શબ્દો કહે છે. આટલું ઓછુ હોય તેમ યુથ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અને કોંગ્રેસના નેતા ઈન્દ્રવિજયસિંહ ગોહિલ પણ પ્રોફેસરને ધમકાવી રહ્યા છે. મહિલા મતદારો માટે પણ કોંગ્રેસ અને એનએસયુઆઈના નેતાઓ માટે બિભત્સ શબ્દોનો પ્રયોગ કર્યો.

સાંભળો NSUI – કોંગ્રેસના નેતાની પ્રોફેસર સાથે લુખ્ખાગીરી

સાડા પાંચ મિનિટની ક્લીપમાંથી અડધો અડધ ક્લીપમાં કોંગ્રેસ અને એનએસયુઆઈના નેતા માત્ર ગાળો અને ધાક ધમકી જ આપે છે. ચૂંટણી જીતવા કોંગ્રેસ અને એનએસયુઆઈ એટલી નિમ્મકક્ષાની ભાષા વાપરે છે કે જે તેમની હિન માનસિક્તા દર્શાવે છે.

પ્રોફેસર સાથે NSUIના નેતાની બિભત્સ ભાષામાં વાત