ગુજરાત

ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપની નો રિપીટ થીયરી, અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાના નામ જાહેર

રાજ્યસભાની ચૂંટણી માટે  ગુજરાતમાંથી ભાજપે બે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાના નામની પસંદગી કરાઈ છે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની અધ્યતામાં પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ સહિત કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્યો હાજર રહ્યા. ત્યાર બાદ ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

ગુજરાતમાં પણ ભાજપે નો રિપીટ થીયરી અપનાવી છે. અભય ભારદ્વાજ અને રમિલાબેન બારા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. મળતી માહિતી અનુસાર અભય ભારદ્વાજ એડવોકેટ છે રાજકોટ બાર એસોસિએશન સાથે સંકળાયે છે. જ્યારે રમિલાબેન બારા અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તેમજ ભાજપ મહિલા મોર્ચાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.