તાજા સમાચારદેશ

મેરઠમાં પણ લાગશે જાહેર સંપત્તીને નુકશાન પહોચાડનારના પોસ્ટર, યોગી સરકારે કોર્ટને કહ્યું- નુકસાનની ભરપાઇ મુદ્દે તમારે દખલ ન કરવી

નાગરિકતા કાયદાના વિરોધમાં જે તોફાની તત્વોએ ઉત્તરપ્રદેશમાં સપંત્તીને નુકશાન પહોચાડ્યું હતું તેવા તમામ અસાજીક તત્વોને સીધા કરી દેવા યોગી સરકારે વધુ એક વિસ્તારમાં હોડીંગ્સ લગાવ્યા છે.  જેમાં યોગી સરકારે મેરઠ જિલ્લામાં જાહેર સંપત્તિના નુકસાનની ભરપાઇ કરવા 51 લોકો સામે નોટિસ ફટકારી છે. સરકાર આ લોકોના પોસ્ટર અને હોર્ડિંગ્સ લગાવાની બનાવી રહી છે. આ સાથે સરકારે હાઇકોર્ટને વિનંતી કરી છે કે, આવા અસામાજીક તત્વોના કેસોમાં કોર્ટે દખલ ન કરવી જોઈએ.

20 ડિસેમ્બર, 2019 ના રોજ નાગરિકતા સુધારા કાયદા (સીએએ) ના વિરોધ દરમિયાન આ લોકોએ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડનારા તત્વો પાસેથી રિકવરી માટેના પોસ્ટર લગાવવાની રાજ્ય સરકારની કાર્યવાહીને પડકારતી અરજી પર સુનાવણી રવિવારે પૂર્ણ કરી હતી, અને તેનો નિર્ણય સોમવારે એટલે કે આજે થશે.

આ સમગ્ર મુદ્દે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ રાઘવેન્દ્ર પ્રતાપસિંહે કોર્ટમાં દલીલ કરી હતી કે, પીઆઈએલ જેવા કેસમાં કોર્ટે દખલ ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે અદાલતે જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકો દ્વારા કરાયેલા અરજીઓને સ્વિકારવી ન જોઈએ. એડવોકેટ જનરલે સીએએના કથિત વિરોધીઓના પોસ્ટરો લગાવવાની રાજ્ય સરકારની કાર્યવાહીને “ડરાવીને રોકનારૂ પગલું” ગણાવ્યું છે જેથી ભવિષ્યમાં આવા કૃત્યોનું પુનરાવર્તન ન થાય.

બીજી તરફ મેરઠ શહેરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અજયકુમાર તિવારીએ કહ્યું કે અમે સરકારની સંપત્તિના નુકસાન માટે 28.27 લાખની વસૂલાત માટે 51 લોકોને નોટિસ આપી છે. ” આ દરેક વ્યક્તિએ એક અઠવાડિયામાં લગભગ 55,431 રૂપિયા ચૂકવવા પડશે. જો તેઓ રકમ જમા કરવામાં નિષ્ફળ જાય તો તેમની સંપત્તિની હરાજી કરવામાં આવશે.