તાજા સમાચારદેશ

યસ બેન્કના ફાઉન્ડર રાણા કપૂરનું સામે આવ્યું ગાંધી કનેકશન, પ્રિયંકા ગાંધી સાથે કર્યો હતો કરોડોનો સોદો

યસ બેન્ક સંકટને લઇને મોદી સરકારને ઘેરવાના પ્રાયાસો કરી રહેલી કોંગ્રેસ પાર્ટી હવે પોતાના જ ચક્રવ્યુહમાં ફસાઇ રહી છે. જેમાં કોંગ્રસ પાર્ટીને હવે પ્રિયંકા ગાંધી અને યસ બેન્કના ફાઉન્ડર રાણા કપૂર વચ્ચે થયેલા કરોડો રૂપિયાના સોદાને લઇને સ્પષ્ટતા આપી રહી છે. ત્યારે આ મુદ્દે હવે ભાજપે પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.

શું હતો પ્રિયંકા ગાંધી અને રાણા કપૂર વચ્ચેનો સોદો ?

ઉલ્લેખનીય છે કે, શનિવારે ઇડીના દરોડા બાદ રાણા કપૂરની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ બાદ ઇડીની સઘન તપાસમાં અનેક ચોકાવનારી બાબતો સામે આવી રહી છે. જેમાં સૌથી મોટી બાબત  પ્રિયંકા ગાંધી અને રાણા કપૂર વચ્ચે વચ્ચે થયેલા 2 કરોડ રૂપિયાના સોદો છે. કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાની પેઈન્ટિંગ યસ બેન્કના ફાઉન્ડર રાણા કપૂર દ્વારા 2 કરોડમાં ખરીદવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે  ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પણ આ મામતે તપાસ શરુ કરી દિધી છે.

ભાજપનો આકરો પ્રહાર :

કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકા ગાંધી અને રાણા કપૂર વચ્ચેના સોદાનો સ્વીકાર કર્યો છે. જોકે, પાર્ટીએ આ બન્ને વચ્ચેની લિંકને માનવાનો ઈનકાર કરી દીધો છે. ત્યારે ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયાએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, ‘ભારતમાં થતા દરેક આર્થિક ગુના ગાંધી સાથે સંબંધિત છે. આ સાથે રાહુલે નીરવ મોદીના ઝવેરાત કલેકશનનું ઉદ્ઘાટન કર્યું હતું. અને હવે રાણા કપૂરે પ્રિયંકા ગાંધીની પેઇન્ટિંગ્સ ખરીદી છે.