તાજા સમાચારદેશ

પુલવામા હુમલો : આતંકવાદીઓએ વિસ્ફોટક ઉપકરણો બનાવવા માટેનો કાચો માલ એમેઝોન પરથી ખરીદ્યો હતો – NIA

79views

પુલવામા હુમલાને લઇને NIA એ સઘન તપાસ હાથ ધરી છે. જેના કારણે એક બાદ એક આતંકવાદીઓને શરણ આપનારાઓ તથા આંતકવાદીઓને અન્ય કામોમાં મદદ કરાનાઓના નામ એક બાદ એક સામે આવી રહ્યા છે. ત્યારે NIA આ હુમલાને લઇને કહ્યું છે કે, આંતકવાદીઓએ વિસ્ફોટક ઉપકરણો બનાવવા માટેનો કાચો માલ એમેઝોન પરથી ખરીદ્યો હતો.

આ મુદ્દે એક અધિકારીએ જણાવ્યું હતું, “પ્રારંભિક પૂછપરછમાં ઇસ્લામએ ખુલાસો કર્યો છે કે, જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાની આતંકવાદીઓની સૂચના પર  તેણે તેના એમેઝોન ઓનલાઇન શોપિંગ એકાઉન્ટનો ઉપયોગ કરી વિસ્ફોટક ઉપકરણો બનાવવા માટે રસાયણો, બેટરી અને અન્ય સામગ્રી ખરીદવા માટે કર્યો હતો. ત્યાર બાદ પુલવામા હુમલાને અંજામ આપવા માટે વસ્તુઓની ઓનલાઇન ખરીદી કરી આતંકવાદીઓ સુધી પહોંચાડવા આવી હતી.

આ સાથે અધિકારીએ જણાવ્યું હતું કે, રાઠેર નામનો શખશ પણ જૈશ માટે પણ કામ કરે છે અને તેણે ખુલાસો કર્યો છે કે, જ્યારે જૈશ આતંકવાદીઓ તથા વિસ્ફોટક ઉપકરણોના નિષ્ણાત મોહમ્મદ ઓમર એપ્રિલ-મે, 2018 માં કાશ્મીર પહોંચ્યા ત્યારે તેણે જ આ આતંકવાદીઓને શરણ આપી હતી. આ સાથે તેણે જણાવ્યું કે, પુલવામા હુમલા પહેલા  આદિલ અહેમદ ડાર, સમીર અહેમદ ડાર અને પાકિસ્તાની કામરાન પણ તેમના ઘરે જ રહેતા હતા.