તાજા સમાચારદેશ

પૂરો થયો 27 વર્ષનો વનવાસ, જાહેર થઇ રામલલ્લાને તંબુમાંથી બહાર કાઢવાની તારીખ

મોદી સરકારમાં રામ ભક્તો માટે એક બાદ એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે શ્રી રામ ભક્તો માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. રામલલ્લા 6 ડિસેમ્બર 1992  એટલે કે છેલ્લા 27 વર્ષોથી તંબુમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે રામલલ્લાને તબૂની જગ્યાએ મંદિરમાં રાખવામાં આવવાના છે.6 दिसंबर 1992 से टाट के नीचे हैं रामलला

આ મુદ્દે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી અને VHPના નેતા ચંપત રાયે જણાવ્યું હતું કે, 24 માર્ચે રામલલ્લાને ફાઇબરના મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. બીજા જ દિવસે એટલે કે 25 માર્ચથી ચૈત્ર રામ નવમીના દિવસે ભક્તો રામલાલાના દર્શન કરી શકશે. આ દિશામાં ખૂબ જોરથી તૈયારીઓ ચાલી રહી છે. રામલાલા 6 ડિસેમ્બર 1992 થી તંબૂ નીચે બેઠા છે.

આ સાથે જ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે ટ્રસ્ટના સભ્યોની સાથે મળીને પરિસરની સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજકુમાર ઝા અને કમિશનર ગુપ્તા પણ 1 કલાક માટે હાજર રહ્યા હતા. ચંપત રાયે કહ્યું, અહીંની વ્યવસ્થા જોયા પછી નક્કી કરવામાં આવ્યું છે કે, રામલલાને નવરાત્રિના પહેલા દિવસે તંબૂના મંદિરમાંથી મુક્ત કરવામાં આવશે. આ સાથે ટ્રસ્ટની બેઠકની તારીખ પણ નક્કી કરવામાં આવી છે. તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આગામી બેઠક 4 એપ્રિલે અયોધ્યામાં યોજાશે.