દેશ

કોરોના વાયરસ મુદ્દે અફવાઓથી બચવા પીએમની અપીલ

કોરોના વાયરસ મુદ્દે અફવાઓથી બચવા પીએમની અપીલ

કોરોના વાયરસના વૈશ્વિક સંકટ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ જન ઔષધિ કેન્દ્રના સંચાલકો સાથે સંવાદ કર્યો. આ દરમ્યાન પીએમ મોદીએ કોરોના વાયરસનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે હાલમાં કોરોના વાયરસ મુદ્દે અનેક પ્રકારની અફવાઓ ચાલી રહી છે. ત્યારે લોકોએ આવી અફવાઓથી બચવું જોઈએ. આજે સમગ્ર દૂનિયા નમસ્તે કરી રહી છે ત્યારે હાથ મિલાવીને અભિવાદન કરવાને બદલે નમસ્તેની આદત પાડવી જોઈએ. અત્યારે ડોક્ટરો પણ આ વાત પર ભાર મુકી રહ્યા છે કે બને ત્યાં સુધી લોકોએ એક બીજાને હાથ મિલાવવાથી બચવું જોઈએ.