ગુજરાત

‘આપણે બધા કેસરિયા રંગે રંગાઈએ’, નીતિનભાઈ પટેલનો કોંગ્રેસને જવાબ

134views

સાંભળો નીતિનભાઈ પટેલનો કોંગ્રેસને જવાબ

ગુજરાત વિધાનસભામાં શુક્રવારે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ એક બીજાને હોળીની શુભેચ્છા પાઠવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ નીતિન પટેલને હોળીની ઉજવણી કરવા આવવા આમંત્રણ પાઠવ્યુ. આ મુદ્દે પત્રકારો સાથે વાતચીત દરમ્યાન નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે હોળીએ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. આ ઉત્સવ એ કોઈ રાજકારણથી જોવાનો તહેવાર નથી. નીતિન પટેલે કોંગ્રેસના મિત્રોને કહ્યુ કે આપણે બધા સાથે મળીને હોળીનો તહેવાર મનાવીએ અને આપણે બધા કેસરિયા રંગે રંગાઈએ. રાજ્યસભાની ચૂંટણી પહેલા નીતિન પટેલના આ નિવેદનથી અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.