તાજા સમાચારદેશ

મોદી સરકારે NPDRR નું કર્યું પુનર્ગઠન, NPDRR ના અધ્યક્ષ પદે ગૃહમંત્રી અમિત શાહની કરાઈ નિમણૂક

કેન્દ્રની મોદી સરકાર દ્વારા ગૃહમંત્રી અમિત શાહને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન નેશનલ ફોરમ (NPDRR) નું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અધ્યક્ષ તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો છે. આ સાથે  સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ તેના સભ્યો હશે.

જે અંગે ગૃહ મંત્રાલય દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે, NPDRR સમયાંતરે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં કરવામાં આવેલા કામોની સમીક્ષા કરશે. આ સાથે  કેન્દ્ર અને રાજ્ય સરકારો અને અન્ય સાથી એજન્સીઓ કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં નીતિઓ લાગુ કરશે તે અંગેની માહિતી કેન્દ્રને આપશે અને રાજ્ય સરકારો વચ્ચેના સંકલન અંગે સલાહ પણ આપશે. ગૃહ મંત્રાલયમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પ્રભારી તરીકે રાજ્યમંત્રી અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષ તરીકે એનપીડીઆરઆરના વાઇસ પ્રેસિડેન્ટ રહેશે.

NPDRR ના સભ્યોમાં વિદેશ મંત્રી એસ જયશંકર, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, એચઆરડી મંત્રી રમેશ પોખરીયલ નિશાંક, આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન, ગૃહ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરીનો સમાવેશ થાય છે. દરેક રાજ્ય સરકારના મંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રધાનો, રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય અને દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદના મેયર તેમજ આ શહેરોના મ્યુનિસિપલ કમિશનરો તેના સભ્યો રહેશે.