દેશ

વસ્તી વિસ્ફોટ સામે યોગી સરકારની પહેલ, બે કરતા વધારે બાળકો ધરાવતા લોકો ચૂંટણી નહી લડી શકે, સરકારી યોજનાઓનો લાભ પણ નહી મળે

135views

ભારતમાં વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે, તેવામાં દેશના અનેક રાજ્યો વસ્તી વિસ્ફોટ પર કાબુ મેળવવા માટે તૈયારી દર્શાવી છે. ત્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે વસ્તી ‘વિસ્ફોટ’ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને નવી જનસંખ્યા નીતિ બનાવવાનું કહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને યોગી સરકાર વસ્તી નીતિને લઈને નવો નિયમ લાવવા જઇ રહી છે.

‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ ના અહેવાલ મુજબ, યુપીમાં બે કરતા વધારે બાળકો ધરાવતા લોકોને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અથવા પંચાયતની ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રાજ્ય સરકાર નવી વસ્તી નીતિ પર કામ કરી રહી છે જેમાં આ જોગવાઈઓ શામેલ હોઈ શકે છે.

આ સમગ્ર મુદ્દે રાજ્યના આરોગ્ય પ્રધાન જય પ્રતાપસિંહે કહ્યું હતું કે, “વિવિધ રાજ્યોની જનસંખ્યા નીતિનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને તેમાંથી શ્રેષ્ઠ રાજ્યની નીતિનો ઉપયોગ રાજ્ય માટે કાઢવામાં આવી રહ્યો છે. સિંહે કહ્યું કે, રાજ્યના નિષ્ણાતોનો વિભાગ તૈયાર કરવામાં આવેલી ડ્રાફ્ટ પોલિસીની સમીક્ષા કરી રહ્યો છે.