દેશબીઝનેસ

યસ બેન્ક સંકટ: નાણાંપ્રધાને કહ્યું દરેક ખાતાધારકોના નાણાં સુરક્ષિત

સાંભળો યસ બેન્ક સંકટ મુદ્દે નાણાંપ્રધાનનું નિવેદન

યસ બેન્ક પર આવેલા સંકટથી રોકાણકારોએ ગભરાવવાની જરૂર નથી અને રોકાણકારોના નાણાં સલામત છે. નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે બેન્કના ખાતેદારોને ખાતરી આપી છે કે તેમના નાણાં સુરક્ષિત છે અને સરકાર બેન્ક માટે ટૂંક સમયમાં રિઝોલ્યુશન પ્લાન લઈને આવશે. છેલ્લા કેટલાક મહિનાઓથી આરબીઆઈની સાથે સાથે સરકારની પણ યસ બેન્ક પર નજર હતી. ખાતેદારોના હિતોને ધ્યાનમાં રાખીને આરબીઆઈ દ્વારા યસ બેન્ક માટે વર્તમાન નિર્ણય લેવાયો છે. તેમણે વધુમાં કહ્યું કે યસ બેન્ક પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કોઈ એકમને ધ્યાનમાં રાખીને કરાયો નથી પરંતુ આ દેશની બેન્કિંગ અને નાણાંકિય વ્યવસ્થાની સુરક્ષા અને સ્થિરતાને જાળવી રાખવા માટે લેવાયો છે.

આરબીઆઈએ યસ બેન્કમાંથી નાણાં ઉપાડવા માટે ટોચની મર્યાદા નક્કી કરી છે. હવે બેન્કના ખાતેદારો મહત્તમ 50 હજાર રૂપિયા ઉપાડી શકશે. યસ બેન્કની આર્થિત સ્થિતિ ગંભીર બનતા આરબીઆઈએ 30 દિવસ માટે બેન્કનું નિયંત્રણ પોતાના હાથમાં લીધુ છે અને એસબીઆઈના પૂર્વ સીએફઓ પ્રશાંત કુમારને બેન્કના પ્રશાસક બનાવ્યા છે.