Uncategorized

CAA વિરોધ: યોગી સરકારે આરોપીઓના નામ સાથે હોર્ડિંગ લગાવી કહ્યું “દંડ ભરો નહિતર જપ્ત કરાશે તમારી સંપત્તી”

138views

નાગરિકતા કાયદાને લઇને દેશભરમાં ઠેર ઠેર સ્થળો પર હિંસાના બનાવો સામે આવ્યા હતા. આ હિંસાઓમાં તોફાની તત્વો દ્વારા દેશની રાષ્ટ્રી સંપત્તીને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારે ઉત્તર પ્રદેશની યોગી સરકારે આવા તોફાની તત્વોને સીધા કરવાનો રસ્તો સોધી કાઢ્યો છે.

જે અંતર્ગત યુપીની યોગી આદિત્યનાથ સરકારે ડિસેમ્બરમાં સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ વિરુદ્ધ લખનૌમાં વિરોધ પ્રદર્શન બાદ સરકારી સંપત્તિને નુકસાન કરનારા તોફાની તત્વો પાસેથી દંડ વસૂલવાનો નિર્ણય કર્યો છે. જેને લઇને સરકાર દ્વારા રસ્તાઓ પર સરકારી સંપત્તિને નુકસાન કરનારા તોફાની તત્વોના ફોટા પણ લગાવવામાં આવ્યા છે.

શું લખ્યું છે હોડીંગ્સમાં ?

યોગી સરકારે રસ્તાઓ પર જે હોડીંગ્સ લગાવ્યા છે તેમાં સ્પષ્ટ રૂપે કહી દેવામાં આવ્યું છે કે, નાગરિકતા કાયદાના વિરોધની આડમાં જે લોકોએ સરકારી સંપત્તીને નુકશાન પહોંચાડ્યું છે એવા લોકોએ વહેલી તકે નુકસાનનું વળતર ચૂકવવું પડશે. અને જો આ લોકો વળતર નળી ચૂકવે તો તેમની સંપત્તિને નુકશાન સાથે જોડવામાં આવશે.