તાજા સમાચારદેશ

દેશમાં 1 એપ્રિલથી શરૂ થશે વસ્તી ગણતરી માટેની પ્રક્રિયા, ગૃહ મંત્રાલયે કર્યો આદેશ

નાગરિકતા કાયદા બાદ મોદી સરકાર દેશહિત માટે વઘુ એક નિર્ણય લેવા જઇ રહી છે. જેમાં કેન્દ્રની મોદી સરકારમાં વર્ષ 2021ની વસ્તીગણતરી માટેની રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) ની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ પ્રક્રિયા 1 એપ્રિલથી શરૂ થશે. વસ્તી ગણતરી માટે મકાનોની સૂચિ બનાવવાનો તબક્કો દેશભરમાં 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે.

કેન્દ્ર સરકારે 2021 ની વસ્તી ગણતરી માટે પ્રશ્નો અને તેમની સંખ્યા નક્કી કરી છે. સરકાર 31 પ્રશ્નો પૂછીને વસ્તી ગણતરી સંબંધિત ડેટા એકત્રિત કરશે. આ વર્ષે વસ્તી ગણતરી પ્રક્રિયા 1 એપ્રિલથી 31 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવશે. જારી કરાયેલા જાહેરનામા મુજબ, આ વખતે સરકાર ફ્લોર, દિવાલ અને છતની સામગ્રી, ઘરના ઓરડાઓની સંખ્યા, શૌચાલયનો પ્રકાર અને શૌચાલય વિશે પણ પૂછશે. ગૃહ મંત્રાલય દ્વારા આવા 31 પ્રશ્નોની સૂચિ પણ બહાર પાડવામાં આવી છે.

કઇંક આવા હશે પ્રશ્નો

 • બિલ્ડિંગ નંબર
 • ઘરના માળ, દિવાલ અને છતની સામગ્રી અને ઘરની સ્થિતિ
 • ઘરમાં રહેતા લોકોની સંખ્યા અને મુખ્ય વડિલનું નામ
 • ઘરમાં રહેતા લોકોની જાતિ
 • ઘરની માલિકી વિશે માહિતી
 • ઘરના રૂમોની સંખ્યા
 • ઘરના પરણિત લોકો વિશે માહિતી
 • વીજળી અને પીવાના પાણી વિશેની માહિતી
 • શૌચાલય અને શૌચાલયનો પ્રકાર
 • રસોડું અને એલપીજી અને પીએનજી ગેસ જોડાણોની સ્થિતિ
 • રેડિયો, ટીવી, ઇન્ટરનેટ અને મોબાઇલ સંબંધિત માહિતી
 • વાહન સંબંધિત માહિતી
 • ઘરમા મુખ્યત્વે ઉપયોગમાં આવતા અનાજ વિશેની માહિતી

આ સાથે જ આ વખતે વસ્તી ગણતરી દરમ્યાન, સરકાર આ સંદર્ભમાં તમારો સંપર્ક કરવા પરિવારના વડાનો મોબાઇલ નંબર પણ નોંધાવશે. વસ્તી ગણતરીને લગતી માહિતી સરકાર દ્વારા તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પર શેર કરવામાં આવશે. સાથે જ એનપીઆર અને વસ્તી ગણતરી માટેનો સમય 1 એપ્રિલ 2020 થી 30 સપ્ટેમ્બર 2020 સુધી નક્કી કરવામાં આવ્યો છે. તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ રાજ્યએ 45 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. રાજ્ય તેમની સુવિધા અનુસાર 1 એપ્રિલ, 2020 થી 30 સપ્ટેમ્બર, 2020 ની વચ્ચે કોઈપણ 45 દિવસની પસંદગી કરી શકે છે. વસ્તી ગણતરીના ફોર્મ ભરતી વખતે, એક બાંયધરી પણ આપવી આવશ્યક છે જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવશે કે જે પણ માહિતી આપવામાં આવી છે તે સંપૂર્ણ રીતે સાચી છે. જ્યારે ખોટી માહિતી આપનાર સામે સરકાર કાર્યવાહી કરી શકે છે.