Uncategorized

નફ્ફટ પાક.ને ભારતનો જડબાતોડ જવાબ, એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલથી પાકિસ્તાની ચોકીઓ ફૂંકી નાખી

131views

પાકિસ્તાન હંમેશા પોતાની નાપાક હરકતો કરતું આવ્યું છે. વારંવાર સીઝફાયરના નિયમોનું ઉલ્લંઘન કરે છે. જો કે, ભારત પણ પાકિસ્તાનને બરાબરના જવાબ આપતું રહ્યું છે. તેમ છતાં પણ પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેતું. સોમવારના રોજ પાકિસ્તાને ફરી એક વાર કાશ્મીરના કુપવાડામાં તંગધાર સેક્ટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. જેના જવાબમાં ભારતે પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં ભારતીય સેનાએ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલથી પાકિસ્તાની ચોકીઓ ફૂંકી નાખી છે.

ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલા એટેકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે પ્રમાણે સોમવારે રાત્રે પાકિસ્તાન તરફથી કાશ્મીરમાં કુપવાડાના તંગધાર સેક્ટરમાં ફરી એકવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતુ, બાદમાં ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતા એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલથી પાકિસ્તાનના કેટલાક કેમ્પો-ચોકીએનો ઉડાવી દીધી હતી. જુઓ વીડિયોમાં…….

ભારતીય સેનાએ એન્ટી ટેન્ક ગાઇડ મિસાઇલો અને તોપોથી પાકિસ્તાનનાં પાયા પર હુમલો કર્યો છે. સેનાએ તેના હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન દ્વારા ભારતમાં વારંવાર કરવામાં આવતા આક્રમણના જવાબમાં સેનાએ આ કાર્યવાહી કરી છે.