દેશ

દેશમાં બેન્કોની કથળતી હાલત પાછળ મોદીજી નહી પરંતુ પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ જવાબદાર – અમર સિંહનો સનસનીખેજ આક્ષેપ

દેશમાં બેન્કોની કથળેલી સ્થિતિ પાછળ ભાજપ સરકાર નહી પરંતુ યુપીએ સરકાર જવાબદાર હોવાનું યુપીએના એક સમયના સાથીદાર અને સમાજવાદી પાર્ટીના એક સમયના કદાવર નેતા અમરસિંહનું કહેવું છે. અમરસિંહે એક વીડિયો જાહેર કરીને આક્ષેપ કર્યો કે યુપીએના કાર્યકાળમાં અરબો ખરબો રૂપિયા કોર્પોરેટ જાયન્ટ્સને આડેધડ અપાયા હતા જેના પુરાવા પણ તેમની પાસે છે. હાલમાં દેશની બેન્કોની કથળતી હાલત પાછળ યુપીએ સરકાર જવાબદાર છે નહી કે વર્તમાન મોદી સરકાર. પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ સામે ગંભીર આક્ષેપ કરતો અમરસિંહનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

સાંભળો અમરસિંહનો પી. ચિદમ્બરમ સામે આક્ષેપ